લખાણ પર જાઓ

ભુજિયો ડુંગર

વિકિપીડિયામાંથી
ભુજિયો ડુંગર
ભુજિયા નાગ મંદિર અને કિલ્લાની દિવાલ
શિખર માહિતી
ઉંચાઇ160 m (520 ft)
અક્ષાંસ-રેખાંશ23°14′47.58″N 69°41′26.67″E / 23.2465500°N 69.6907417°E / 23.2465500; 69.6907417
ભૂગોળ
ભુજિયો ડુંગર is located in ગુજરાત
ભુજિયો ડુંગર
ભુજિયો ડુંગર
ગુજરાતમાં સ્થાન
સ્થાનભુજકચ્છ જિલ્લો, ગુજરાત, ભારત

ભુજિયો ડુંગર ભુજ શહેરની બહાર આવેલો ડુંગર છે. આ ડુંગર પર ભુજિયો કિલ્લો બાંધવામાં આવ્યો છે.[૧][૨][૩]

નામ[ફેરફાર કરો]

ભુજંગની દંતકથા[ફેરફાર કરો]

દંતકથા મુજબ કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષપટ્ટનની રાણી સાગાઇએ ભેરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો. લડાઇ પછી ભેરિયાનો પરાજય થયો અને સાગાઇ સતી થઇ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજિયા ડુંગર તરીકે જાણીતી થઇ અને નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાયું. ભુજંગની પૂજા નાગદેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર બાંધવામાં આવ્યું છે.[૪]

ભૂગોળ[ફેરફાર કરો]

આ ડુંગર ૧૬૦ મીટર ઉંચાઇ ધરાવે છે.

કિલ્લો[ફેરફાર કરો]

જાડેજા રાજવીઓ દ્વારા શહેરના રક્ષણ માટે ભુજિયો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ગોદીજી પહેલાએ ઇ.સ. ૧૭૧૫માં કિલ્લાનું બાંધકામ શરૂ કરાવેલું જે દેશલજી પહેલાના સમયમાં ઇ.સ. ૧૭૪૧માં પૂર્ણ થયેલું. આ કિલ્લાએ તેના ઇતિહાસમાં મુખ્ય ૬ યુદ્ધો જોયા છે.

મંદિર[ફેરફાર કરો]

ભુજંગ મંદિર[ફેરફાર કરો]

મંદિરના દેવ - ભુજંગ

કિલ્લાના એક ખૂણે એક નાનો ચોરસ મિનારો 'ભુજંગ નાગ' ને સમર્પિત છે, જે લોકકથા મુજબ પાતાળના દેવ 'શેષનાગ' નો ભાઇ છે. તે કાઠિયાવાડના થાન પ્રદેશમાંથી આવ્યો હતો અને કચ્છને દૈત્ય અને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું હતું.

ભુજંગ મંદિર પણ કિલ્લાના બાંધકામ સમયે દેશલજી પ્રથમના શાસન (૧૭૧૮-૧૭૪૦) દરમિયાન બંધાયુ હતું.[૫][૬] નાગ દેવતાની પૂજા કરતા નાગા બાવાઓની મદદથી એક યુદ્ધમાં વિજય મેળવતા દેશલજીએ ૧૭૨૩માં ત્યાં એક છત્રીનું નિર્માણ કરાવ્યું હતું. આ ઘટના પછી દર નાગ પંચમીએ કિલ્લા પર મેળો ભરાય છે.

સ્મૃતિવન[ફેરફાર કરો]

સ્મૃતિવન

૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર પર એક સ્મૃતિવન અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિને એક એમ કુલ ૧૩,૮૦૫ વૃક્ષો સમર્પિત કરવામાં આવ્યા છે અને ૧૦૮ નાના જળાશયો બનાવવામાં આવ્યા છે.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bhujia Fort in India". india9.com. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.
  2. Bombay (India : State) (૧૮૮૦). Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.
  3. "Panoramio - Photo of View of Bhujia Fort on Bhujia Hill, Bhuj, Kachchh". panoramio.com. મૂળ માંથી 2016-04-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.
  4. Ward (૧ જાન્યુઆરી ૧૯૯૮). Gujarat–Daman–Diu: A Travel Guide. Orient Longman Limited. પૃષ્ઠ ૩૧૬–૩૧૭. ISBN 978-81-250-1383-9.
  5. Webmaster of onlytravelguide.com (India) Ace Web Technologies. "Bhujia Hill Fort, Hill Fort of Bhujia, How to reach Bhujia Hill Fort, Bhujia Hill, Bhujia Forts, Bhujia Hill Fort travel, Historical Bhujia Forts in Gujarat". onlytravelguide.com. મૂળ માંથી 2017-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.
  6. India (Republic). Superintendent of Census Operations, Gujarat (૧૯૬૪). Kutch. Director, Government Print. and Stationery, Gujarat State. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.
  7. Ray, Joydeep (૧૬ એપ્રિલ ૨૦૦૪). "Gujarat to set up quake memorial in Bhuj". Business Standard.