લખાણ પર જાઓ

ભુજિયો કિલ્લો

વિકિપીડિયામાંથી
ભુજિયો કિલ્લો
ભુજિયો ડુંગર, ભુજ, ગુજરાત
ભુજિયો કિલ્લો
ભુજિયો કિલ્લો is located in ગુજરાત
ભુજિયો કિલ્લો
ભુજિયો કિલ્લો
અક્ષાંશ-રેખાંશ23°14′47.58″N 69°41′26.67″E / 23.2465500°N 69.6907417°E / 23.2465500; 69.6907417
પ્રકારપર્વતીય કિલ્લો
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિઆંશિક ખંડિત
સ્થળ ઈતિહાસ
બાંધકામ૧૭૧૫-૧૭૪૧
બાંધકામ કરનારરાવ ગોદજી, મહારાવ દેશલજી પ્રથમ
વપરાશમાં?લશ્કરી / મથક
બાંધકામ સામગ્રીપથ્થર
લડાઇ/યુદ્ધોમુઘલ આક્રમણ ‍(૧૭૨૦‌), સિંધના કેસરખાન અને શેર બુલંદખાનનું કચ્છ પર આક્રમણ ‍(૧૮૩૫)

ભુજિયો કિલ્લો ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરની બહાર આવેલો કિલ્લો છે. આ કિલ્લો ભુજિયા ડુંગરની ઉપર બાંધવામાં આવેલો છે.[૧][૨][૩][૪][૫]

ઇતિહાસ[ફેરફાર કરો]

આ કિલ્લો શહેરના સંરક્ષણ માટે જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો. ભુજિયા કિલ્લાનું બાંધકામ કચ્છના શાસક રાવ ગોદજી પહેલા (૧૭૧૫-૧૭૧૮) દ્વારા ભુજના રક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે તેનું મુખ્ય બાંધકામ અને પૂર્ણાહતિ તેના પુત્ર દેશલજી પ્રથમ (૧૭૧૮-૧૭૪૧) ના શાસન દરમિયાન થયું હતું. પાટનગર ભૂજના સંરક્ષણ માટે કિલ્લાની દિવાલ વધુ મજબૂત કરવામાં આવી હતી. ભૂજિયા ટેકરીને મજબૂત બનાવવામાં દેશલજી પ્રથમના દિવાન દેવકરણ શેઠે અગત્યનો ભાગ ભજવ્યો હતો.[૨][૬][૭] આ કિલ્લાએ મુખ્ય ૬ યુદ્ધો જોયા છે, જે ૧૭૦૦ થી ૧૮૦૦ની સાલમાં કચ્છના રાજપૂત શાસકો અને સિંધના આક્રમણખોરો અને ગુજરાતના મોગલ શાસકો વચ્ચે થયા હતા.[૨][૭][૧]

ભૂજિયા કિલ્લા પર પ્રથમ મુખ્ય યુદ્ધ દેશલજી પ્રથમના શરૂઆતી શાસન વખતે અને ગુજરાતના મોગલ સૂબા શેર બુલંદ ખાનના કચ્છ પરના આક્રમણ પર લડાયું હતું. કચ્છનું લશ્કર તે સમયે અનિશ્ચિત સ્થિતિમાં હતું. તે સમયે નાગા બાવાઓનું એક જૂથ કિલ્લાના નાગ મંદિરની પૂજાના બહાને કિલ્લામાં દાખલ થયું અને શેર બુલંદ ખાનના લશ્કર સામે યુદ્ધમાં જોડાયું. તે દિવસથી નાગા બાવાઓને નાગ પંચમીના દિવસ પર ખાસ મહત્વ આપવામાં આવે છે.[૮]

૧૮૧૯માં કચ્છ રજવાડાએ જ્યારે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું ત્યારે  કર્નલ વિલિયમ કોરે કિલ્લાનો કબ્જો લીધો હતો.[૧] આ કિલ્લો ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભારતીય સેના હેઠળ હતો. ૨૦૦૧ના ધરતીકંપ પછી ભારતીય સેનાએ કિલ્લો ખાલી કરીને નવી જગ્યા અપનાવી હતી.[૩][૬]

લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

ભૂજિયો કિલ્લો આંશિક રીતે ખંડેર છે. કિલ્લાની અંદર જવા માટે બે દરવાજાઓમાંથી પસાર થવું પડે છે. કિલ્લાની અંદર અનિયમિત રીતે બંધાયેલ ઇમારતો આવેલી છે. કિલ્લાની ટોચની દિવાલો નબળી અને નુકશાન પામેલી છે.[૯]

ચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Bhujia Fort
  2. ૨.૦ ૨.૧ ૨.૨ [૧] Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha, 1880
  3. ૩.૦ ૩.૧ Fort of Bhuj on Bhujia Hill
  4. "View of Bhujia Fort on Bhujia Hill, Bhuj, Kachchh". મૂળ માંથી 2016-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-03.
  5. Ray, Joydeep (૧૬ એપ્રિલ ૨૦૦૪). "Gujarat to set up quake memorial in Bhuj". Business Standard.
  6. ૬.૦ ૬.૧ "Bhujia Hill fort". મૂળ માંથી 2017-10-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-03.
  7. ૭.૦ ૭.૧ [૨] District census handbook
  8. [૩] Kutch in festival and custom By K. S. Dilipsinh.
  9. "Land-grab in Gujarat border zone". મૂળ માંથી ૨૧ ઓક્ટોબર ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૧.