થાનગઢ, સુરેન્દ્રનગર
થાનગઢ થાન |
|
---|---|
શહેર | |
ગુજરાતમાં થાનગઢનું સ્થાન | |
Coordinates: 22°34′N 71°11′E / 22.567°N 71.183°ECoordinates: 22°34′N 71°11′E / 22.567°N 71.183°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૪૨,૩૫૧ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | ભારતીય માનક સમય (UTC+૫:૩૦) |
પિન કોડ | ૩૬૩૫૩૦ |

થાનગઢ કે થાન ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔધોગિક તથા પૌરાણીક શહેર છે. થાનમાં નગરપાલિકા કાર્યરત છે.
ઇ.સ. ૨૦૧૩માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો અને થાનગઢને તાલુકા મથક બનાવવામાં આવ્યું.
અનુક્રમણિકા
ઉદ્યોગ[ફેરફાર કરો]
અહીં સિરામીક ઉધોગનો ઘણો વિકાસ થયેલો છે. થાનગઢની આજુબાજુ પહેલા કોલસાનું ખનન કરવામાં આવતું હતું, હાલમાં આ ખનન બંધ છે.
ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]
અહીંથી નજીકમાં આવેલ તરણેતર ખાતે વિશ્વ પ્રસિધ્ધ લોકમેળો ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠના દિવસોમાં ભરાય છે. પાંચમના દિવસે વહેલી સવારે ગંગાજીનુ આગમન કુંડમા થાય છે, તેવી લોકવાયકા છે. એક માન્યતા મુજબ તરણેતર ખાતે આવેલો કુંડ દ્રૌપદીના સ્વંયવર માટે માછલી વીંધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે કુંડ છે. થાનની આજુબાજુના વિસ્તારને પાંચાળ પણ કહે છે. થાનગઢની ભૂમિ પર સર્પ કે નાગ પૂજા થાય છે. થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે નાગ દેવતા વાસુકી દાદાની પૂજા થાય છે. વાસુકી દાદા આ ગામના મુખ્ય દેવ ગણાય છે તથા આ વિસ્તાર વાસુકી દાદાના થાન તરીકે પણ જાણીતો છે.
થાનના માવાના પેંડા પણ પ્રખ્યાત છે.
જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]
ગુજરાતના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું વતન થાન છે. પાણી પીતા નવ સિંહોની તસ્વીર ખેંચીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર વન્યજીવ છબીકાર[૨] સુલેમાન પટેલનું વતન થાનગઢ હતું.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Thangadh Population, Caste Data Surendranagar Gujarat - Census India". www.censusindia.co.in. Retrieved ૨૯ જૂન ૨૦૧૭.
- ↑ "વનરાજોનું નષ્ટ થતું સામ્રાજ્ય". મુંબઇ સમાચાર. Retrieved ૭ મે ૨૦૧૬.