થાનગઢ (તા. થાનગઢ)

વિકિપીડિયામાંથી
થાનગઢ

થાન
શહેર
થાનગઢ is located in ગુજરાત
થાનગઢ
થાનગઢ
ગુજરાતમાં થાનગઢનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°34′N 71°11′E / 22.567°N 71.183°E / 22.567; 71.183
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
સરકાર
 • માળખુંમ્યુનિસિપાલિટી
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૪૨,૩૫૧
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન કોડ
૩૬૩૫૩૦
છત્રી અને પાળિયાઓ, થાનગઢ, છબી: જેમ્સ બર્ગ્રેસ, ૧૮૭૪

થાનગઢ ( થાન ) ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔધોગિક તથા પૌરાણીક શહેર છે. થાનમાં નગરપાલિકા કાર્યરત છે.

સૌરાષ્ટ્ર ને એક સમયે સાપ ઉપાસકો દ્વારા પાતાળ પ્રદેશ કહેવાતું હતું, આનું એક ઉદાહરણ થાનમાં આવેલું વાસુકિ મંદિર છે. થાન અને તેની આસપાસમાં સાપના ભગવાન સ્વરૂપ ધરાવતા મંદિરો જોવા મળે છે. તેમના વાસુકિ, બાંડિયાબેલી, ચંદ્ર-લિપિયા, શાપર વગેરે મહત્વ ના સ્થાનો છે. વાસુકિ તક્ષક શેષ-નાગ સર્પ વંશના મુખ્યા હતા. વાસુકિ થાન ના શાહી લખતર પરિવારના પૂર્વજોના દેવ હતા.[૨] માનવામાં આવે છે કે આ સ્થાન ના મહત્વ પરથી ગામનું નામ થાન પાડવા માં આવ્યું હશે.

૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો અને થાનગઢને તાલુકા મથક બનાવવામાં આવ્યું.

ઉદ્યોગ[ફેરફાર કરો]

અહીં સિરામીક ઉધોગનો ઘણો વિકાસ થયેલો છે. થાનગઢની આજુબાજુ પહેલા કોલસાનું ખનન કરવામાં આવતું હતું, હાલમાં આ ખનન બંધ છે. વર્તમાન સમયમાં થાનમાં મોટી સંખ્યામાં સિરામિક ઉત્પાદન એકમો આવેલા છે. થાનગઢ, વાંકાનેર અને મોરબી સિરામિક ત્રિકોણ બનાવે છે. મુખ્ય ઉત્પાદનો સેનેટરીવેર છે, જેમકે વોશ બેસિન, ટાઇલ્સ, પોખરા, વગેરે. આનો વેપાર આખા દેશભરમાં તથા તેનો નિકાસ મધ્ય પૂર્વ આફ્રિકન દેશો, શ્રીલંકા અને બાંગ્લાદેશ માં થાય છે.આ સિરામિક એકમો પ્રદેશમાં હજારો અકુશળ કામદારોને રોજગારી આપે છે.[૩] હાલ માં ૧૦૦થી વધુ સિરામિક એકમો ધમધમે છે.જેનું વાર્ષિક ટર્ન ઓવર કરોડોમાં છે.

મહત્વના સ્થળો[ફેરફાર કરો]

  • વાસુકિ મંદિર: થાનગઢની ભૂમિ પર સર્પ કે નાગ પૂજા થાય છે. થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે નાગ દેવતા વાસુકી દાદાની પૂજા થાય છે. વાસુકી દાદા આ ગામના મુખ્ય દેવ ગણાય છે તથા આ વિસ્તાર વાસુકી દાદાના થાન તરીકે પણ જાણીતો છે.
  • તરણેતર: અહીંથી નજીકમાં આવેલ તરણેતર ખાતે વિશ્વ પ્રસિધ્ધ લોકમેળો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસોમાં ભરાય છે. પાંચમના દિવસે વહેલી સવારે ગંગાજીનુ આગમન કુંડમા થાય છે તેવી લોકવાયકા છે. એક માન્યતા મુજબ તરણેતર ખાતે આવેલો કુંડ દ્રૌપદીના સ્વંયવર માટે માછલી વીંધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે કુંડ છે.
  • જૂના સૂરજ-દેવળ: થાનગઢમાં આવેલું સૂર્યમંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્થાનક (N-GJ-185) છે. આ મંદિર ખુબજ જૂનું માનવામાં આવે છે. આ મંદિર થાનગઢ તાલુકાનાં સોનગઢ ગામમાં આવેલું છે.
  • ગેબીનાથ: કાઠિયાવાડ ખાતે પંચાળની સંત પરંપરાના નાથપંથી સિદ્ધ ગેબીનાથ, થાનગઢથી તદન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથનું ભોંયરું આવેલું છે.[૪]
  • બાંડિયાબેલી: થાન નજીક બાંડિયાબેલીનો જંગલ વિસ્તાર આવેલો છે. જ્યાં એક પૌરાણિક મંદિર તેમજ ગૌશાળા પણ કાર્યરત છે જેમાં ૧૦૦થી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે.
  • અન્સોયા માતાજીનું મંદિર: આ મંદિર થાનગઢથી ૧૦ કિમી દૂર અમરાપર ગામમાં આવેલું છે. ભાદરવા સુદ ત્રીજથી પાંચમ સુધી ભરાતા મહાદેવના મેળા તથા શ્રાવણ માસના દિવસોમાં આ મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

ગુજરાતના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું વતન થાન છે. પાણી પીતા નવ સિંહોની તસ્વીર ખેંચીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર વન્યજીવ છબીકાર[૫] સુલેમાન પટેલનું વતન થાનગઢ હતું.

પરિવહન[ફેરફાર કરો]

થાનગઢ રેલ્વે-સ્ટેશન: થાનગઢમાં રેલ્વે સ્ટેશન આવેલું છે.[૬] થાન રેલ્વે સ્ટેશન ગુજરાત રાજ્ય માં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે. થાન રેલ્વે સ્ટેશનથી સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ૪૮ કિમી દૂર છે. પેસેન્જેર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન અહી અટકે છે.

થાનગઢ બસ સ્ટેશન: થાનગઢ માં એસટી બસ સ્ટેશન આવેલું છે જ્યાંથી રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ અને ચોટીલાની રોજ બસ સેવા ચાલે છે.

થાનગઢ માં લોકલ પરિવહન માટે મુખ્યત્વે છકડા ચાલે છે.

શૈક્ષણિક સંસ્થાઓ[ફેરફાર કરો]

થાનગઢ પે સેન્ટરમાં શાળાઓની યાદી - ૧ (સુરેન્દ્રનગર)[૭]
ક્રમાંક થાનગઢ પે સેન્ટરમાં શાળાઓની યાદી
૧. થાનગઢ પ્રાથમિક શાળા - ૧૨
૨. થાનગઢ પ્રાથમિક શાળા - ૯
૩. શ્રી અજરામર પ્રાથમિક શાળા
૪. લાયન્સ ચે.ફા.તૃ.સંચા. માધ્યમિક શાળા
૫. શ્રી સરસ્વતી વિદ્યામંદિર
૬. માનવ વિકાસ વિદ્યાલય
૭. થાનગઢ પે સેન્ટાર શાળા - ૧
૮. ઉપરી પ્રાથમિક શાળા - ૧૩

વસતિ[ફેરફાર કરો]

થાનગઢ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું નગરપાલિકા શહેર છે. થાનગઢ શહેર ૯ વોર્ડમાં વહેંચાયેલું છે જેના માટે દર ૫ વર્ષે ચૂંટણી યોજાય છે. વર્ષ ૨૦૧૧માં થયેલી વસતિ ગણતરી મુજબ થાનગઢ નગરપાલિકા ૪૨,૩૫૧ની વસ્તી ધરાવે છે જેમાંથી ૨૨,૧૨૭ પુરુષો છે જ્યારે ૨૦,૨૨૪ મહિલાઓ છે. ૦-૬ વર્ષની વયના બાળકોની વસ્તી ૫,૬૩૪ છે જે થાનગઢની કુલ વસ્તીના ૧૩.૩૦% છે. થાનગઢ નગરપાલિકામાં સ્ત્રી પ્રમાણ રાજ્યની સરેરાશ ૯૧૯ની સામે ૯૧૪નું છે. તદુપરાંત થાનગઢમાં બાળ જાતિ પ્રમાણ ગુજરાત રાજ્યની સરેરાશ ૮૯૦ની સરખામણીમાં ૮૬૫ની આસપાસ છે. થાનગઢ શહેરનો સાક્ષરતા દર ૭૮.૦૦% ઓછો છે. થાનગઢમાં પુરુષ સાક્ષરતા દર લગભગ ૮૬.૬૧% છે જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૬૮.૬૬% છે. થાનગઢ નગરપાલિકાની હદમાં કુલ ૮,૨૨૬ મકાનો છે જેમાં તે પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Thangadh Population, Caste Data Surendranagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.
  2. "Thangadh – Gujarat Updates" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-12.
  3. "Thangadh – Gujarat Updates" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-12.
  4. "ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ". Share in India. 2017-08-25. મેળવેલ 2021-10-26.
  5. "વનરાજોનું નષ્ટ થતું સામ્રાજ્ય". મુંબઇ સમાચાર. મેળવેલ ૭ મે ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  6. Joshi, Yash. "Than Railway Station Map/Atlas WR/Western Zone - Railway Enquiry". indiarailinfo.com. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૮.
  7. "Schools in Thangadh Pay Center - 1 Cluster | List of Schools in Thangadh Pay Center - 1 Cluster, Surendranagar District (Gujrat)". schools.org.in (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-12.