સ્મૃતિવન
![]() | |
સ્થાપના | ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ |
---|---|
સ્થાન | ભૂજ, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°14′31″N 69°41′29″E / 23.24206469°N 69.69133959°E |
પ્રકાર | સંગ્રહાલય અને સ્મારક ઉદ્યાન |
સ્મૃતિવન અથવા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ૨૦૦૪માં ૨૦૦૧ના ગુજરાત ધરતીભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકોની માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.[૧][૨] વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા તેની રચના કરવામાં આવી છે.[૩] તેનું ઉદ્ઘાટન ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.[૧][૪]

વિશેષતા
[ફેરફાર કરો]સ્મૃતિવન ૪૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે.[૧] ઉદ્યાનમાં ૧૩,૦૦૦થી વધુ વૃક્ષો છે, જે દરેક પીડિતને સમર્પિત છે.[૫][૪] અહીં ૫૦ ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, ૮ કિમી લાંબા માર્ગો અને ૧.૨ કિમી અંતરના આંતરિક રસ્તાઓ, ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ અને ૩,૦૦૦ લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે.[૧]
સંગ્રહાલયમાં ૧૧,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સાત વિભાગો છે.[૧] આ વિભાગોમાં સાત વિષયો છે: પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણ.[૪][૬][૭]
વિભાગનો વિષય[૬] | પ્રદર્શન[૬] |
---|---|
પુનર્જન્મ | પૃથ્વીની ઉત્ક્રાંતિ |
પુનઃપ્રાપ્તિ | ગુજરાતનું ભૂસ્તર અને કુદરતી આપત્તિનું જોખમ |
પુન:સ્થાપના | ૨૦૦૧ના ધરતીકંપ પછીની રાહત કાર્ય દર્શાવતી છબીઓ |
પુનઃનિર્માણ | ૨૦૦૧ના ધરતીકંપ પછી પુનઃનિર્માણના પ્રયાસો |
પુનઃવિચાર | વિવિધ આફતો પ્રકારો અને તૈયારી |
પુન:જીવન | ૫-ડી ભૂકંપ સિમ્યુલેટર |
નવીનીકરણ | ૨૦૦૧ના ધરતીકંપના પીડિતો માટેનું સ્મારક |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "PM Modi Inaugurates 'Smriti Van' Earthquake Memorial in Kutch, Gujarat". mint (અંગ્રેજીમાં). 2022-08-28. મેળવેલ 2022-08-30.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Ray, Joydeep (16 April 2004). "Gujarat to set up quake memorial in Bhuj". Business Standard.
{{cite news}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "Sangath - Vāstu Shilpā Consultants". www.sangath.org. મેળવેલ 2022-08-30.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "PM Modi inaugurates Smriti Van Memorial in Kutch - See pics of museum". Zee News (અંગ્રેજીમાં). મેળવેલ 2022-08-30.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Modi to inaugurate first phase of 'Smriti Van' Kutch earthquake memorial in Jan 2019". 20 November 2018.
{{cite web}}
: Check date values in:|date=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ ૬.૨ "PM Modi to inaugurate Smriti Van: Know about Bhuj memorial based on seven themes". Hindustan Times (અંગ્રેજીમાં). 2022-08-28. મેળવેલ 2022-08-30.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "સ્મૃતિવનનો ડ્રોન નજારો:ભુજિયા ડુંગર પર રૂ. 400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું વિશ્વકક્ષાનો ભૂકંપ સ્મૃતિવન, જાણો એની ખાસિયતો વિશે." દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૦૨૨-૦૯-૦૫.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)