ભુજ
ભુજ | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°14′31″N 69°40′01″E / 23.242000°N 69.666932°E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
વસ્તી | ૧,૪૮,૮૩૪[૧] (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૦.૯૨ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 110 metres (360 ft) | ||||||
કોડ
|
ભુજ () ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા અને ભુજ તાલુકાનું વહીવટી મથક છે.
ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં નુકશાન પામેલ છે) જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે.
ભૂગોળ[ફેરફાર કરો]
ભુજની સરેરાશ ઉંચાઇ ૧૧૦ મીટર છે. શહેરની પૂર્વ બાજુએ ભુજિયો ડુંગર આવેલો છે, જેના પર ભુજિયો કિલ્લો આવેલો છે, જે ભુજ શહેર અને માધાપરને જુદા પાડે છે. શહેરના મુખ્ય તળાવોમાં હમીરસર તળાવનો સમાવેશ થાય છે.
પરીવહન[ફેરફાર કરો]
બસ[ફેરફાર કરો]
ભુજ બસ માર્ગે અમદાવાદ, રાજકોટ તથા મુંબઇ, નાસિક સાથે જોડાયેલું છે. રાજ્ય પરીવહનની બસથી ભુજ ગુજરાત અને રાજસ્થાનના અન્ય શહેરો તથા જોવાલાયક સ્થળો સાથે જોડાયેલું છે.
રેલ્વે[ફેરફાર કરો]
નવા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંબઇ, દિલ્હી, પુના, અમદાવાદ અને વડોદરાની ટ્રેન સેવા ઉપલબ્ધ છે.
હવાઇ માર્ગ[ફેરફાર કરો]
અઠવાડિયાની કુલ ૧૧ હવાઈ સેવાઓ ભુજ અને મુંબઈને જોડે છે.
હવામાન[ફેરફાર કરો]
ભુજની આબોહવા | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન્યુ | ફેબ્રુ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઑક્ટ | નવે | ડિસે | વર્ષ |
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) | ૩૬ | ૩૮ | ૪૩ | ૪૫ | ૪૭ | ૪૬ | ૪૦ | ૩૮ | ૪૦ | ૪૧ | ૪૦ | ૩૫ | ૪૭ |
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) | ૨૬ | ૨૮ | ૩૩ | ૩૭ | ૩૮ | ૩૬ | ૩૨ | ૩૧ | ૩૩ | ૩૫ | ૩૨ | ૩૭ | ૩૩.૨ |
સરેરાશ લઘુતમ °સે (°ફે) | ૧૧ | ૧૩ | ૧૭ | ૨૧ | ૨૫ | ૨૬ | ૨૫ | ૨૪ | ૨૩ | ૨૧ | ૧૬ | ૧૨ | ૧૯.૫ |
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) | ૧ | ૧ | ૮ | ૧૩ | ૧૬ | ૧૬ | ૧૯ | ૧૯ | ૧૭ | ૧૨ | ૭ | ૩ | ૧ |
Precipitation mm (inches) | ૦ (૦) |
૦ (૦) |
૦ (૦) |
૦ (૦) |
૦ (૦) |
૩૦ (૧.૧૮) |
૧૬૦ (૬.૩) |
૭૦ (૨.૭૬) |
૪૦ (૧.૫૭) |
૦ (૦) |
૦ (૦) |
૦ (૦) |
૩૦૦ (૧૧.૮૧) |
% ભેજ | ૫૪ | ૫૨ | ૫૩ | ૫૬ | ૬૦ | ૭૦ | ૭૬ | ૭૮ | ૭૮ | ૭૨ | ૫૨ | ૫૫ | ૬૩ |
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 in) | ૦ | ૦ | ૦ | ૦ | ૦ | ૨ | ૯ | ૪ | ૩ | ૦ | ૦ | ૦ | ૧૮ |
સંદર્ભ: Weatherbase[૨] |
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
- હમીરસર
- આયના મહેલ
- કાળો ડુંગર
- જ્યુબીલી મેદાન
- છતેડી
- ટપકેશ્વરી મંદિર
- ત્રિ મંદિર
- દરબાર ગઢ
- ભુજ સંગ્રહાલય
- ભુજિયો ડુંગર
- રાજેન્દ્ર બાગ
- રુદ્ર માતા ડેમ
- સુરલ ભીટ મહાદેવ
- સ્વામિનારાયણ મંદિર - સ્વામિનારાયણ સંપ્રદાયનું, ભગવાન સ્વામિનારાયણ દ્વારા નિર્મિત આ મંદિર છે. અહીં ૧૫ મે, ૧૮૨૭ (વિ.સં. ૧૮૮૨, વૈશાખ સુદ ૦૫) ના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી. આ મૂળ મંદિર ભુજમાં આવેલા ભુંકંપ સમયે ક્ષતિગ્રસ્ત થતા તેને સ્થાને એક વિશાળ મંદિરનું નિર્માણ કરાયું છે. આ નિર્માણકાર્યની શરૂઆત ૭ મે, ૨૦૦૩નાં રોજ કરાઈ અને સાત વર્ષે, ૧૮ મે, ૨૦૧૦ના રોજ કાર્ય પૂર્ણ થયું.[૩]
- હિલ ગાર્ડન
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Bhuj Population, Caste Data Kachchh Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2019-03-26. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "આબોહવા-ભુજ". Retrieved ૨ મે ૨૦૧૨. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ ભુજ મંદિર, ઇતિહાસ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |