ભુજ હવાઇમથક

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભુજ હવાઈ મથક ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે. પહેલા આ હવાઈમથક ભુજ રુદ્રમાતા એર ફોર્સ બેસ જેની સાથે તે રન વે (હવાઈ પટ્ટી વહેંચે છે)બે બંકર કે ઈમારતોમાં બનેલું હતું. રસ્તાની એક તરફ ઈંડિયન એયરલાઈંસનું બંકર છે અને બીજી તરફ જેટ એયરવેઝનું બંકર છે. ત્યાંથી કોઈક વાહન દ્વારા ભારતીય વાયુસેનાના મેદાન પાર કરાવીને પ્રસ્થાન ઈમારત તરફ લઈ જાય છે. છેલ્લા અમુક વર્ષોથી એક યોગ્ય એવું ટર્મિનલ બનાવાયું છે જેમાં પાર્કિંગ અને પીક અપ અને ડ્રોપ આઉટની વ્યવસ્થા છે. ૨૦૦૧માં કચ્છમાં આવેલ ભૂકંપમાં આ એયર પોર્ટની મદદ વડે રસદ પહોંચાડાઈ હતી.આ હવાઈ મથકને શ્યામજી કૃષ્ણ વર્મા નું નામ અપાયું છે.