લખાણ પર જાઓ

ગિરા ધોધ

વિકિપીડિયામાંથી
ગિરા ધોધ, વઘઇ

ગિરા ધોધ ડાંગ જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર તેમ જ અલગ અલગ નદી પર આવેલા જળધોધ છે.

  • ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં અંબિકા નદી પર વઘઇ નજીક આવેલ ગિરા ધોધ, જે આંબાપાડા ગામ પાસે આવેલો છે. વઘઇથી સાપુતારા જતા માર્ગ પર વઘઇથી આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે.
  • ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગિરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે. જિલ્લા મુખ્ય મથક આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા સુબિરથી આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર આવેલા શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં આશરે આઠ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]