પાવાગઢ ઉડનખટોલા
પાવાગઢ ઉડનખટોલા | |||
---|---|---|---|
પાવાગઢ ઉડનખટોલા | |||
Overview | |||
માં મહકાલિકા ઉડનખટોલા | |||
Character | પ્રવાસન | ||
Location | પાવાગઢ | ||
Country | ભારત | ||
Coordinates | 22°28′02″N 73°31′23″E / 22.467142°N 73.523135°ECoordinates: 22°28′02″N 73°31′23″E / 22.467142°N 73.523135°E | ||
Termini | માંચી હવેલી ઉપરનું સ્ટેશન | ||
No. of stations | 2 | ||
Services | પાવાગઢ, ગુજરાત | ||
Built by | ઉષા બ્રેકો લિમિટેડ | ||
Open | ૧૯૮૬ | ||
Website | ushabreco | ||
Operation | |||
Owner | Usha Breco Limited | ||
Operator | ઉષા બ્રેકો લિમિટેડ | ||
No. of carriers | ૧૦ | ||
Carrier capacity | ૬ મુસાફર | ||
Ridership | ૪૦૦ પ્રતિ કલાક ૧૩ લાખ વાર્ષિક | ||
Trip duration | ૬ મિનિટ | ||
Fare | ₹૧૭૦ (US$૨.૨૦) (2021)[૧] | ||
Technical features | |||
Aerial lift type | મોનો-કેબલ ગોંડોલા ડિટેચેબલ | ||
Line length | 774 metres (2,539 ft) | ||
No. of cables | 1 | ||
Vertical Interval | 297 metres (970 ft) | ||
|
પાવાગઢ ઉડનખટોલા એ પાવાગઢ પર્વત પરનો ઉડનખટોલા છે જે ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલો છે. તે ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો.
ઇતિહાસ
[ફેરફાર કરો]શક્તિપીઠ કાલિકા માતા મંદિર તેમજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનના અનેક સ્મારકોની હાજરીને કારણે પાવાગઢ પર્વત એક મુખ્ય યાત્રાળુ એન્ડ પ્રવાસન સ્થળ છે.[૨]
પાવાગઢ ઉડનખટોલા ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો. બાંધકામ અને કામગીરીનું સંચાલન ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.[૩]
૧૯ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ ઉડનખટોલા અકસ્માતમાં સાત મૃત્યુ થયા હતા અને ૨૪ લોકોને ઈજા પહોંચી હતી.[૪][૫]
તકનિકી માહિતી
[ફેરફાર કરો]774 metres (2,539 ft)[૬] લાંબો પાવાગઢ ઉડનખટોલા તેની શરૂઆતના સમયે દેશનો સૌથી ઊંચો ઉડનખટોલા હોવાનું કહેવાતું હતું.[૭][૩] તે મોનો-કેબલ ગોંડોલા ડિટેચેબલ પ્રકારની લિફ્ટનું સંચાલન કરે છે.[૭] એક સફર ૬ મિનિટ લે છે.[૮]
તે મુસાફરોને માંચી હવેલીથી પાવાગઢ પર્વત ઉપર 297 metres (970 ft) ઊંચે પહોંચાડે છે. ત્યાંથી મુસાફરે મંદિર સુધી પહોંચવા માટે 250 metres (820 ft) ચઢવાનું હોય છે.[૩] તે પ્રતિ કલાક ૧૨૫૦ મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તે પ્રતિ કલાક ૪૦૦ મુસાફરોની ક્ષમતા પર કાર્ય કરે છે. તે વાર્ષિક ૧૩ લાખ મુસાફરોનું પરિવહન કરે છે.[૩] [૭]
નવા 250 metres (820 ft) લાંબા ઉડનખટોલા બાંધવાનો પ્રસ્તાવ છે જે મુસાફરોને આગળ લઈ જશે અને તેમને મંદિરથી ૩૦-૪૦ મીટર દૂર ઉતારશે.[૩]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ticket prize hike in Pavagadh Ropeway service". DeshGujarat. 2021-07-14.
- ↑ Census of India, 1991: Panchmahals. Government Photo Litho Press. 1992. પૃષ્ઠ 29.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "Pavagadh ropeway to reach Mahakali temple". The Times of India. 2015-10-20. મેળવેલ 2020-10-17.
- ↑ "7 killed in Gujarat ropeway mishap". www.rediff.com. મેળવેલ 2020-10-17.
- ↑ "Seven Killed, 24 Hurt in Cable Car Accident". Los Angeles Times. 2003-01-20. મેળવેલ 2020-10-17.
- ↑ "Notice board at Pavagadh ropeway".
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ Limca Book of Records. Bisleri Beverages Ltd. 1990. પૃષ્ઠ 67. મેળવેલ 28 September 2012.
- ↑ "Usha Breco Limited | Maa Kalidevi". મૂળ માંથી 19 December 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 September 2012.