કાળકા માતા મંદિર, પાવાગઢ

વિકિપીડિયામાંથી
કાળકા માતા મંદિર, પાવાગઢ
કાળકા માતા મંદિર, પાવાગઢ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોપંચમહાલ
દેવી-દેવતાકાળીકા માતા
તહેવારોનવરાત્રી
સ્થાન
સ્થાનપાવાગઢ
રાજ્યગુજરાત
દેશભારત
કાળકા માતા મંદિર, પાવાગઢ is located in ગુજરાત
કાળકા માતા મંદિર, પાવાગઢ
ગુજરાતમાં સ્થાન
કાળકા માતા મંદિર, પાવાગઢ is located in India
કાળકા માતા મંદિર, પાવાગઢ
કાળકા માતા મંદિર, પાવાગઢ (India)
અક્ષાંશ-રેખાંશ22°27′40″N 73°30′42″E / 22.46111°N 73.51167°E / 22.46111; 73.51167
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારનાગર સ્થાપત્ય શૈલી
નિર્માણકારવિશ્વામિત્ર ઋષિ
પૂર્ણ તારીખ૧૦-૧૧ મી સદી
ઊંચાઈ800 m (2,625 ft)

શ્રી કાળકા માતાજી મંદિર[૧]એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ, હિંદુ દેવી શ્રી કાળકા માતાજી નું મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ ૧૦ મી અથવા ૧૧ મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં ત્રણ દેવીઓની મૂર્તિઓ છે: કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજી ની છે, જેની ડાબી બાજુએ માં કાળી માતાજી અને જમણી બાજુએ માં બહુચર માતાજી ની મૂર્તિઓ છે. સુદ ૮ ના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે. જેમાં સહસ્ત્ર (હજારો) ભક્તો આવે છે. આ મંદિર એક શક્તિપીઠ છે. ઉડનખટોલા (રોપ-વે) દ્વારા સરળતાથી મંદિરમાં પહોંચી શકે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

શ્રી કાળકા માતાજી મંદિર ભારતના ગુજરાત રાજ્યમાં હાલોલની નજીક,[૨] દરિયાની સપાટીથી [૩] 762 metres (2,500 ft) ઊંચાઈ આવેલ મંદિર સંકુલ છે. આ મંદિર સંકુલ ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વીય ઉદ્યાનનો એક ભાગ છે, તથા યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.[૪] આ મંદિર ગાઢ જંગલ વચ્ચે એક સીધા ખડક ઉપર આવેલું છે.

મુખ્ય રસ્તાથી ૫ કિ.મી.ના જેટલા જંગલમાંથી પસાર થતા માર્ગે મંદિર સુધી પહોંચી શકાય છે.[૩] આ રસ્તો પટાઇ રાવલના મહેલના ખંડેરોમાંથી પસાર થાય છે. વૈકલ્પિક રીતે, ઉડનખટોલા (રોપ-વે) દ્વારા પણ ઉપર પહોંચી શકાય છે, આ રોપ-વે ૧૯૮૬ માં આરંભ કરવામાં આવ્યો હતો.[૫]

પુરાણ[ફેરફાર કરો]

પાવાગઢ ખાતેના કાલિકા માતા મંદિરમાં કાલિ યંત્રની પૂજા થાય છે

૧૦મી -૧૧ મી સદીમાં બંધાયેલ, શ્રી કાળકા માતાજી મંદિર એ આ વિસ્તારનું સૌથી પ્રાચીન મંદિર છે.[૩] ગુજરાતના મેળાઓ અને તહેવારો માં આર. કે. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે પહેલા ના સમયે સ્થાનિક લેઉવા પાટીદાર લોકો અને રાજાઓ દ્વારા શ્રી કાળકા માતાજી ની પૂજા કરવામાં આવતી હતી, ત્યાર પછી વિશ્વામિત્ર દ્વારા તેમનું આહ્વાન કરી પાવાગઢ શિખર પર સ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યાં તેમને માં દુર્ગા અથવા માં ચંડીના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે, એકવાર નવરાત્રીના તહેવાર દરમિયાન, મંદિરે ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં સેંકડો ભક્તો એકઠા થયા હતા અને ભક્તિથી ગરબા લેતા હતા. આવી બિનશરતી ભક્તિ જોઈને દેવી મહાકાળી સ્વયં સ્થાનિક મહિલાના વેશમાં ભક્તોની વચ્ચે આવ્યા અને તેમની સાથે નૃત્ય કરી રહ્યા હતા. તે સમયે, તે રાજ્યનો રાજા પટાઇ જયસિંહ પણ ભક્તો સાથે નાચતો હતો. તે સુંદર સ્ત્રીને જોઈ, તેની સુંદરતાથી મોહિત થઈ ગયો. વાસનાથી ભરેલા રાજાએ તેનો હાથ પકડ્યો અને અયોગ્ય માંગણીઓ કરી. દેવીએ તેને ત્રણ વાર હાથ છોડીને ક્ષમા માંગવા ચેતવણી આપી, પરંતુ રાજા કંઈપણ સમજવાની શક્તિ ગુમાવી ચૂક્યો હતો અને દેવીની વાત ન માન્યો. અંતે દેવીએ તેને શ્રાપ આપ્યો કે તેના સામ્રાજ્યનું પતન થશે. ટૂંક સમયમાં એક મુસલમાન આક્રમણકારી મહમદ બેગડાએ રાજ્ય પર આક્રમણ કર્યું. પટાઇ જયસિંહ યુદ્ધમાં પરાજિત થયો અને મહમદ બેગડાએ તેને મારી નાખ્યો. [૬] પાવાગઢની શ્રી કાલિકા માતાજી ની પૂજા આદિવાસીઓ પણ કરે છે.[૧] ૧૫ મી સદીના નાટક ગંગાદાસ પ્રતાપ વિલાસમાં આ મંદિરનું વર્ણન કરવામાં આવ્યું હતું.[૭] આ મંદિર શ્રી કાળી માતાજી નું નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે, અને તે શક્તિપીઠોમાંનું એક છે, [૮] દેવી સતીના પ્રતીકાત્મક અંગૂઠા અહીં પડ્યા હોવાનું પણ કહેવાય છે.[૯]

વાસ્તુકળા[ફેરફાર કરો]

નાના અને સાદા મંદિરની સામે એક વિશાળ આંગણું છે જેની ચારે તરફ કિલ્લેબંધી કરવામાં આવી છે. યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા મંદિર લાંબા સમયગાળા સુધી ખુલ્લું રહે છે.[૩] દેવીને બલિ ચઢાવવા માટે મંદિરની સામે બે વેદીઓ છે, પરંતુ હવે લગભગ બેથી ત્રણ સદીઓથી કોઈપણ પ્રકારના પ્રાણી બલિ પર સખત પ્રતિબંધ છે. મંદિરમાં કાલી યંત્રની પૂજા કરવામાં આવે છે.

સંકુલને બે ભાગોમાં વહેંચાયેલું છે, ભોંયતળીએ હિન્દુ ધર્મસ્થાનોનો સમાવેશ થાય છે, જ્યારે મંદિરના છાપરા પર ઘૂમટ માં મુસ્લિમ દરગાહ છે.[૧૦] ભોંયતળીયાના મુખ્ય મંદિરમાં ત્રણ દેવીની મૂર્તિઓ છે: મધ્યમાં શ્રી કાળકા માતાજી (માથાના રૂપમાં દર્શાવવામાં આવી છે, જેને મુખવટા અને લાલ રંગથી ઓળખવામાં આવે છે [૩]), જ્યારે માં મહાકાળી તેની જમણી બાજુએ સ્થિત છે અને માં બહુચરાજી તેમની ડાબી બાજુએ સ્થિત છે. જિર્ણોદ્ધાર પછી લગાડાવામાં આવેલી આરસની ફરસ લગભગ ૧૮૫૯ની છે, જે કાઠિયાવાડના લીંબડીના પ્રધાન દ્વારા દાન કરવામાં આવી હતી.

૨૦૨૨ના મંદિરના સમારકામ પછી દરગાહને નજીકમાં ખસેડવામાં આવી હતી અને મંદિરનું નવું શિખર બાંધવામાં આવ્યું હતું.[૧૧]

તહેવારો[ફેરફાર કરો]

આ મંદિર ગુજરાતમાં સૌથી મોટા પર્યટક અને યાત્રાધામોમાંનું એક છે, જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે.[૧૨][૧૩] જીવન કાળ દરમ્યાન ઓછામાં ઓછી એક વખત અહીં યાત્રા કરવી એ ચૌધરી પરંપરા છે.[૧૪] શ્રી કાળકા માતાજી ના ભક્તો મંદિરમાં દર્શન કરી ઘંટ નાદ કરે છે.[૧૫] ચૈત્ર સુદ ૮ ના દિવસે મંદિરમાં દર વર્ષે એક મેળો ભરાય છે.  ખાસ કરીને ચૈત્રની પૂર્ણિમા પર, એપ્રિલમાં અને ઓક્ટોબરમાં દશેરામાં, દરેક વર્ગના હિન્દુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો એકઠા થાય છે અને ઉત્સવની ઉજવણી કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Stiglmayr, Elisabeth (1968). Acta ethnologica et linguistica. Universität Wien. Institut für Völkerkunde. પૃષ્ઠ 25, 111. મેળવેલ 28 September 2012.
  2. Vyas, Rajni (2012). Gujarat Ni Asmita (5th આવૃત્તિ). Ahmedabad: Akshara Publication. પૃષ્ઠ 26.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "Pavagadh Hill/Kalika Mata Temple". The Official Website of Gujarat Tourism, Govt. of Gujarat. September 22, 2012. મૂળ માંથી 12 December 2010 પર સંગ્રહિત. મેળવેલ 29 September 2012.
  4. "Champaner-Pavagadh Archaeological Park". UNESCO. મેળવેલ 29 September 2012.
  5. "Usha Breco Limited | Maa Kalidevi". મૂળ માંથી 19 December 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 September 2012.
  6. Burman, J. J. Roy (2005). Gujarat Unknown: Hindu-Muslim Syncretism and Humanistic Forays. Mittal Publications. પૃષ્ઠ 79, 206–. ISBN 978-81-8324-052-9. મેળવેલ 28 September 2012.
  7. Śivānanda, Vi; Bhargava, Atul (2009). Champaner Pavagadh. Archaeological Survey of India. પૃષ્ઠ 33. ISBN 978-81-904866-2-0. મેળવેલ 28 September 2012.
  8. Srivastava, Vinod Chandra (2 January 2008). History of Agriculture in India, Up to C. 1200 A.D. Concept Publishing Company. પૃષ્ઠ 702–. ISBN 978-81-8069-521-6. મેળવેલ 29 September 2012.
  9. "Pavagadh". Government of Gujarat. મેળવેલ 29 September 2012.
  10. Ruggles, D. Fairchild; Silverman, Helaine (15 June 2009). Intangible Heritage Embodied. Springer. પૃષ્ઠ 85–. ISBN 978-1-4419-0071-5. મેળવેલ 28 September 2012.
  11. "In harmony: Dargah shifted, shikhar set, PM Modi to unfurl flag atop temple". 17 June 2022.
  12. Unesco (30 September 2009). The world's heritage: a complete guide to the most extraordinary places. Collins. પૃષ્ઠ 730. ISBN 978-92-3-104122-8. મેળવેલ 28 September 2012.
  13. Srivastava, Mahesh Chandra Prasad (1978). Mother goddess in Indian art, archaeology & literature. Agam. પૃષ્ઠ 140. મેળવેલ 29 September 2012.
  14. Glatter, Augusta (1969). Contributions to the ethnography of the Chodhris, Surat District, Gujarat. Engelbert Stiglmayr. પૃષ્ઠ 25. મેળવેલ 29 September 2012.
  15. Gujarat State Gazetteers: Kheda. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. 1977. પૃષ્ઠ 163.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]