લખાણ પર જાઓ

લીંબડી

વિકિપીડિયામાંથી
લીંબડી
—  નગર  —
લીંબડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°34′06″N 71°47′37″E / 22.568246°N 71.793508°E / 22.568246; 71.793508
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો લીંબડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 53 metres (174 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

લીંબડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનાં મહત્વના લીંબડી તાલુકામાં આવેલું એક નગર છે, અને તે તાલુકાનું મુખ્ય મથક પણ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

લીંબડી રજવાડું બ્રિટિશ શાસન સમયે ૯ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું અને તેના શાસકો ઝાલા વંશના હતા.[] લીંબડી કાઠિયાવાડ એજન્સી હેઠળ હતું.

લીંબડીના ઠાકોર સાહેબે સ્વામી વિવેકાનંદને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત વિવેકાનંદે સૌપ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી.[].

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

લીંબડીમાં મુલનાયક શ્રી બાહુજીનસ્વામીનું જીનાલય તેમજ શેઠ શ્રી લાલચંદ ગોવિંદજી પરિવારના માવડીમાતાનું સ્થાનક આવેલું છે. શ્રી મોટા મંદિર, ચતુર્ભૂજ નારાયણ ધામ અને કબીર મંદિર પણ આવેલા છે. આ બન્ને જગ્યાએ ભોજનાલયો/અન્નક્ષેત્ર ચાલે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ ૮-૯. ISBN 9789004113435.
  2. સ્વામી નિખિલેશ્વરાનંદ (૦૩/૧૨/૨૦૧૧). ""ઘટસ્ફોટ: ગુજરાતે બનાવ્યા હતા નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ"". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪. Check date values in: |date= (મદદ)