શ્યામલ વન

વિકિપીડિયામાંથી

શ્યામલ વન એક પ્રવાસન સ્થળ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્‍લાના શામળાજી ખાતે આવેલ છે. આ વન ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૯માં ચોમાસાની ઋતુમાં ૧૮મી જુલાઈ, ૨૦૦૯ના દિવસે ૬૦મા વન મહોત્‍સવની ઉજવણી નિમિત્તે ખુલ્લું મૂકવામાં આવેલ છે[૧]. આ સ્થળ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ ઉપર અમદાવાદથી આશરે ૧૨૭ કિ.મી. દૂર આવેલું છે. શામળાજી ખાતેના પ્રખ્યાત ‘‘ભગવાન વિષ્‍ણુ’’ના મંદિર ખાતે દર વર્ષે લાખો લોકો મુલાકાતે આવતા હોય છે. આ મંદિર નજીક વૃક્ષો વડે આચ્છાદિત બે ટેકરીઓની વચ્‍ચે આવેલ આ સ્થળની શામળાજી મંદિરના દર્શને આવતાં મોટા ભાગના લોકો મુલાકાત લે છે.

શ્યામલ વન ખાતે કોતરણીયુક્ત મુખ્‍ય પ્રવેશદ્વારથી દાખલ થઈ અંદર વિવિધ પ્રકારનાં વિભાગો જેમ કે, દશાવતાર વન, નક્ષત્ર વન, રાશિવન, ધનવંતરી વન, દેવ વન, સ્‍મૃતિ વન[૨] અને ગ્રહ વાટિકા જોવા મળે છે, જેમાં નામને અનુરૂપ વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. આ સિવાય ૬.૩ હેકટર જેટલા વિસ્‍તારમાં ફુવારો, હરિયાળી લોન, બાળ-ક્રિડાંગણ, વનકુટીર, ખેત વનીકરણ નિદર્શન પ્‍લોટ, આધુનિક નર્સરી, વાંસ-વાવેતર, માહિતી કેન્દ્ર (ઇન્‍ટરપ્રિટેશન સેન્‍ટર), વૃક્ષ સંગ્રહાલયનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "ધ કલ્ચર કન્ટેક્ષ ઇન ફોરેસ્ટ્રી - સંસ્ક્રિતિ વન". forests.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૯ જૂન ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  2. "યાત્રાધામ શામળાજીના સ્મૃતિ વનમાં વાવેલા 1059 વૃક્ષો સંભારણું બન્યા". દિવ્ય ભાસ્કર સમાચારપત્ર. ૦૧ જુન ૨૦૧૬. મેળવેલ ૦૮ જુન ૨૦૧૮. Check date values in: |access-date= and |date= (મદદ)