દામોદર કુંડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દામોદર કુંડ
Girnar Hills from Damodar Kund.jpg
દામોદર કુંડ, ગિરનાર પર્વત.
સ્થાનગિરનાર નજીક, જુનાગઢ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°31′32″N 70°29′10″E / 21.52556°N 70.48611°E / 21.52556; 70.48611
તળાવ પ્રકારકૃત્રિમ તળાવ
દેશોભારત
મહત્તમ લંબાઇ257 ft (78 m)
મહત્તમ પહોળાઇ50 ft (15 m)
રહેણાંકોજુનાગઢ

દામોદર કુંડ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો કુંડ છે. તે પ્રખ્યાત યાત્રાસ્થળ અને રાજ્ય સંરક્ષિત સ્મારક ‍(S-GJ-120) છે.

કથા[ફેરફાર કરો]

પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.[૧][૨][૩] ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.

સાહિત્યમાં[ફેરફાર કરો]

ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ના’વા જાય.

  • ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા ભૂત રૂવે ભેંકાર માં આ કુંડનો ઉલ્લેખ આવે છે. તે કથા અનુસાર માંગડા વાળાના અવગતે ગયેલા જીવને તેના અસ્થિમાં ખૂંચેલી બરછીની કરચને કાઢી, હાડકાને દામોદર કુંડમાં પધરાવતા, મુક્તિ મળી તેવી કથા છે. [૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Folklore Notes - 2 Vols. (Vol. I - Gujarat, Vol. II - Konkan) By R.E. Enthoven. 1989.
  2. Global Encyclopaedia of the Brahmana Ethnography edited by K.S. Krishna Rao. 2008. p. 177.
  3. Gazetteer , Volume 8, Bombay (India : State). Government Central Press, 1884. 1884. p. 442.
  4. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૪ - વિકિસ્રોત". gu.wikisource.org. Retrieved 2019-08-17.