ક્ષિપ્રા નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ક્ષિપ્રા નદીના ઘાટ પર પૂર વેળા પૂજા

ક્ષિપ્રા નદી ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં વહેતી એક પ્રસિદ્ધ અને ઐતિહાસિક નદી છે. આ નદી ભારત દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. ઉજ્જૈન ખાતે કુંભ મેળો આ નદીના કિનારે ભરાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પણ આ નદીને કિનારે જ છે.

આ નદી  ધાર જિલ્લાના ઉત્તર ભાગમાંથી ઉદ્દભવે છે અને ઉત્તર દિશામાં વહેતી ૧૯૬ કિલોમીટર જેટલી લંબાઈ પછી મધ્ય પ્રદેશ - રાજસ્થાનની સરહદ પાસે મંદસૌર જિલ્લામાં ચંબલ નદીમાં મળી જાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]