મહાબત મકબરો

વિકિપીડિયામાંથી
મહાબત મકબરો
મહાબત મકબરો
નકશો
Coordinates21°31′38″N 70°27′36″E / 21.5272°N 70.46°E / 21.5272; 70.46
Locationજૂનાગઢ, ગુજરાત, ભારત
Typeમકબરો
Beginning date૧૮૭૮
Completion date૧૮૯૨
Dedicated toમહાબતખાન દ્વિતીય

મહાબત મકબરો અને બહાઉદ્દીન મકબરો, એ જૂનાગઢ, ભારતમાં આવેલાં સ્મારકો છે. તેમનું બાંધકામ અનુક્રમે ૧૮૯૨ અને ૧૮૯૬માં પૂર્ણ થયું હતું. આ મકબરા જૂનાગઢ રાજ્યના નવાબ મહાબતખાન દ્વિતીય અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસૈનને સમર્પિત છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

જૂનાગઢ રાજ્ય પર બાબી વંશના નવાબોનું શાસન હતું. મહાબત મકબરાનું નિર્માણ ૧૮૭૮માં બાબી વંશના નવાબ મહાબતખાન દ્વિતીય (૧૮૫૧-૮૨) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૮૯૨માં નવાબ બહાદુરખાન ત્રીજા (૧૮૮૨-૯૨)ના શાસન દરમિયાન સમાપ્ત થયું હતું. તેમાં મહાબતખાન દ્વિતીયની કબર છે.[૧][૨][૩] આ મકબરા પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, ૧૯૬૫ હેઠળ રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[૩]

બહાઉદ્દીન મકબરો

મહાબત મકબરાના ઉત્તરમાં આવેલા મકબરાનું નિર્માણ મહાબતખાન દ્વિતીયના મંત્રી શેખ બહાઉદ્દીન હુસૈન દ્વારા ૧૮૯૧-૧૮૯૬ દરમિયાન પોતાના ભંડોળમાંથી કરવામાં આવ્યું હતું. તેને બહાઉદ્દીન મકબરા અથવા વઝીરના મકબરા તરીકે ઓળખવામાં આવે છે.[૧][૪][૩]

સ્થાપત્યશૈલી[ફેરફાર કરો]

મકબરાની આસપાસ ઘુમાવદાર સીડીવાળા મિનાર.

આ મકબરા ઇન્ડો-ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીના સંયોજન માટે જાણીતા છે.[૨][૫] આ મકબરાના આંતરિક અને બાહ્ય ભાગો પર નકશીકામ જોવા મળે છે તથા પીળા રંગની છાંટવાળા આછા ભૂખરા રંગની કમાન આવેલી છે.

તેમાં ડુંગળી જેવા આકારના ડોમ, ફ્રેન્ચ બારીઓ, શિલ્પો, માર્બલ ટ્રેસરી વર્ક, માર્બલ કોલમ, માર્બલ જાળી અને ચાંદીના દરવાજા છે. બહાઉદ્દીન મકબરાની ચારેબાજુના મિનારા તેમની આસપાસ ઘુમાવદાર સીડીઓ ધરાવે છે.

આ મકબરાઓની નજીકમાં જ સમાન સ્થાપત્ય શૈલી ધરાવતી જામા મસ્જિદ આવેલી છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Junagadh's Mahabat Maqbara is a stunner to behold". The Indian Express (અંગ્રેજીમાં). 2015-11-24. મેળવેલ 2020-10-07.
  2. ૨.૦ ૨.૧ Lopez, Annabel; Collaco, Bevinda (2004). The Guide to the Architecture of the Indian Subcontinent. Architecture Autonomous. પૃષ્ઠ 301. ISBN 978-4-88706-141-5.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Tehsin, Arefa (2013-04-27). "Unlamented, let me die". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-10-08.
  4. "Mahabat Maqbara, the unsung architectural treasure of Junagadh". Times of India Travel. 2019-02-08. મેળવેલ 2020-10-08.
  5. Abram, David; Edwards, Nick; Ford, Mike; Jacobs, Daniel; Meghji, Shafik; Sen, Devdan; Thomas, Gavin (2013-10-01). The Rough Guide to India. Rough Guides UK. પૃષ્ઠ 667. ISBN 978-1-4093-4261-8.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]