લખાણ પર જાઓ

ચર્ચા:જુનાગઢ જિલ્લો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જૂનાગઢની જોડણી

[ફેરફાર કરો]

મિત્રો, કોઈ જણાવશે કે જૂનાગઢની સાચી જોડણી કઈ છે? જૂનાગઢ કે જુનાગઢ? ગુગલમાં સર્ચ કરતાં જૂનાગઢમાં વધુ પરિણામો (૨૮,૫૦૦) મળે છે, જ્યારે જુનાગઢનાં ફક્ત ૧૦,૫૦૦ પરિણામો જ મળે છે. પરંતુ, ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલી જીલ્લા કલેક્ટરેટની અધિકૃત વેબસાઈટ પર જુનાગઢ જોવા મળે છે, સાચું કયુ? હ્રસ્વ ઉ કે દિર્ધ ઊ?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૩, ૧૯ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

"જુનાગઢ" આ પ્રમાણે જોડણી જુનાગઢ એસ.પી. વેબ તથા જેલ.ગુજરાત અને મોટા ભાગની સરકારી સાઇટ્સ પર તથા લખાણમાં પણ જોવા મળે છે.
"જૂનાગઢ" આ જોડણી શ્રી ભગવદ્ગોમંડલ માં શ્રી ભગવદ્ગોમંડલ પાના નં-૩૬૦૨ જોવા મળે છે !!!!! અર્થાત : સરકારી નામ "જુનાગઢ" અને સાહિત્ય તેમજ ભાષાકિય "જૂનાગઢ"!!! મારા નમ્ર મતાનુસાર "જૂનાગઢ" જોડણી સાચી હોવી જોઇએ,કારણ કે પૂરાતન માટે શબ્દ છે "જૂનું"(ભ.મં. પાના નં-૩૬૦૩) અને પૂરાતન ગઢ (કિલ્લો) એટલે "જૂનાગઢ".--અશોક મોઢવાડીયા ૧૦:૨૧, ૨૦ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
શ્રી ધવલ ભાઇ, આ પાનાં પર બહિર્ગામી કડીઓ નિચે કોઇ જાહેરાત પ્રકારની લિંક જણાય છે,યોગ્ય તપાસ કરશોજી.
અશોકભાઇ, તમારા સંશોધન બદલ ઘણો આભાર, મને એમ લાગે છે કે જો સરકારી રીતે જુનાગઢ જોડણી થતી હોય તો તેને જ અધિકૃત ના માનવી જોઈએ? સાહિત્યમાં ગમે તે લખાતું હોય્, સરકારી ગેઝેટમાં અને નક્શાઓમાં જો જૂનાગઢ જોડણીથી શોધી ના શકાય તો તેનો શું અર્થ? અને હા, આ કોઈક ડફોળ દરેક શહેર ગામાના પાના ઉપર વખતો વખત આ લિંક મુકતો રહે છે, મેં ૨-૩ વખત તેના પર પ્રતિબંધ પણ મૂક્યો છે અને જ્યાં જ્યાં આ કડિ જોઉં છું ત્યાં ત્યાંથી દૂર પણ કરું છું, ધ્યાન દોરવા બદલ ફરી એક વખત આભાર!--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૭, ૨૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
શ્રી ધવલ ભાઇ, એ વાત બરાબર છે. અહીં પણ મોટા ભાગે વ્યવહારમાં,બોર્ડ,પાટીયાં,કાર્ડ-કંકોત્રી તમામ જગ્યાએ "જુનાગઢ" જ લખવામાં આવે છે.(હું પણ "જુનાગઢ" જ લખું છું) આપણે પણ આ રીતે જોડણી લખીયે તો ખોટી ન જ કહેવાય. બિજું ઉપરોક્ત 'ડફોળ કડી' પ્રકારનું લખાણ અમારા કોઇનાં ધ્યાને આવે તો દુર કરી શકીયે? સુચન આપશોજી. આભાર --અશોક મોઢવાડીયા ૧૭:૨૭, ૨૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
અશોક્ભાઈ, ચાલો, એક પ્રકરણ તો પુરુ થયું. હું આ સંદેશો પતાવીને પહેલું જ કામ જુનાગઢ જીલ્લો કરવાનું કરું છું અને તમે પણ ભલા માણસ, નેકી અને પુછ-પુછ? અરે ભાઈ, ધરમનાં કામમાં વળી ઢીલ શાની? ચોકકસ તમે અને સહુ કોઈ આ 'ડફોળની ઉમેરેલી કડીઓ' દૂર કરી શકો છો. અને આ જીતેન્દ્રભાઈ ક્યાં ખોવાઈ ગયા છે? કાંઇ સમાચાર તેમના? તમને મળવાનાં હતાને જૂનાગઢમાં શું થયું, તમને મળીને તો ક્યાંક ગાયબ નથી થઈ ગયા ને?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૮, ૨૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

તો જિલ્લા નહિ જીલ્લા લખવું પડે

[ફેરફાર કરો]

ઉપર થયેલી ચર્ચા મુજબ જિલ્લાની વેબસાઇટમાં જુનાગઢ જોવા મળે છે એટલે એ માન્ય રાખવું એવું નક્કી કરાયું છે. જો આ રીતે જ માન્ય રાખવાનું હોય તો મોટા ભાગની જિલાઓની વેબસાઇટમાં જિલ્લાના બદલે જીલ્લા' લખેલું જોવા મળે છે. તો જિલ્લા શબ્દની જોડણી પણ જીલ્લા જ રાખવી જોઇએ. જો કે ખરેખર તો એ ખોટું છે અને સરકારી વેબસાઇટમાં વ્યાકરણને ધ્યાને રાખીને જોડણી થતી જ નથી. એમને એમ જ ઠોકમઠોક કરવામાં આવે છે. જિલ્લાના બદલે જીલ્લાની જોડણીના આ ઉદાહરણો સર્ચ કરીને જોઇલો.

વધુમાં જણાવવાનું કે જૂનાગઢ જિલ્લા પંચાયત પોતાની ભૂલ સુધારી લીધી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતનું અધિકૃત જાળસ્થળ જૂઓ. તેમાં પણ જૂનાગઢ જોડણી કરી છે. માટે જૂનાગઢ જ હોવું જોઇએ.--યોગેશ (talk) ૧૨:૧૩, ૩૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે. સમગ્ર વિકિ પર બોટને "જુનાગઢ"ની જગ્યાએ "જૂનાગઢ" કરવાની વિનંતી કરી દેવાશે. બોટવિનંતી મેલું છું. વિગતો પર ધ્યાન આકર્ષવા બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૮, ૩૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
અશોકભાઇ લાંબી ચર્ચા બાદ પણ સાચી જોડણી જૂનાગઢ ખોટી જોડણી જુનાગઢ તરફ રિડાયરૅક્ટ છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૦૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ભાઈઓ, રિડાયરેક્ટ અને જુનાગઢ શબ્દને અધિકૃત માનવા પાછળ ફક્ત જિલ્લા (જીલ્લા) પંચાયતની વેબસાઇટ એકમાત્ર કારણ નહોતુ કે હજુ પણ નથી. જુનાગઢ/જૂનાગઢ એ નામ છે, અને એની જોડણી વિવિધ માધ્યમોમાં (જેમ કે એસ.ટી. બસના પાટીયા, રેલ્વે સ્ટેશન પરનું બોર્ડ, વગેરે)માં જૂદી જૂદી રીતે થતી હોય છે અને મહદંશે જુનાગઢ જ જોવા મળે છે, માટે જુનાગઢને વધુ માન્ય ગણીને સાચી જોડણી જૂનાગઢના લેખને ત્યાં રિડાયરેક્ટ કર્યો છે. આવું જ ઉના/ઊનાનું પણ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા ધવલભાઇ, પણ જોડણી બાબતે હંમેશા સાચી જોડણી ધ્યાનમાં લેવામાં અાવે છે. બહુમતી લોકો ખોટી જોડણી લખે તો પણ તે સાચી બની શકતી જ નથી. ખોટી જોડણી લખનારા લોકોની સુવિધા માટે ખોટી જોડણીને સાચી જોડણી તરફ દિશા નિર્દેશિત કરવામાં અાવે તે યોગ્ય લાગે છે. ઉનાની સાચી જોડણી પણ ઊના છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૪૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
યોગેશભાઈ, એકદમ સાચી વાત છે કે સાચી જોડણીને જ પ્રભુત્વ આપવું જોઈએ અને આપણે આપીએ પણ છીએ. પરંતુ જ્યારે પ્રખ્યાતિનો કે લોકપ્રિયતાનો પ્રશ્ન હોય ત્યારે, ભલે ખોટું પણ લોકપ્રિયને મુખ્ય રાખવું આપણે અહિં હંમેશા ઉચિત ગણ્યું છે, એનું કારણ વિકિપીડિયામાં સર્ચ કરનારને સિધા તે લેખ પર પહોંચાડવા તે છે. જેમકે તાજમહેલ, જેનું ખરેખરું નામ તો તાજમહલ છે, પણ ગુજરાતીઓ તેને મહલ નહિ મહેલ તરીકે જ ઓળખે છે. થોડા સમય પહેલા રિવારી/રિવાડી નામ વિષે પણ આમ જ ચર્ચા થઈ હતી, આપણે પ્રચલિત નામને પ્રાધાન્ય આપીએ છીએ, અને જોડણી તરીકે સાચી જોડણીને. અશોકભાઈએ કહ્યું તેમ, મોટેભાગે લખાણમાં તો આપણે જૂનાગઢ જ શબ્દપ્રયોગ કરીએ છીએ, જ્યાં નથી ત્યાં હું બૉટથી એ ફેરફાર કરી દઈશ, પરંતુ લેખના નામ તરીકે જુનાગઢ કાંઈ ખોટું નથી લાગતું. જો કે ચર્ચાને અંતે જો બધા જૂનાગઢને મૂળ લેખ બનાવવાનો નિર્ણય લે તો તેમ કરવામાં પણ મને કોઈ વાંધો નથી, પણ એ મારો પ્રેફરન્સ પણ નહિ હોય.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
યોગેશભાઈ, ધવલભાઈએ જણાવ્યું તેમ, આપણે સાચી જોડણી લેખે "જૂનાગઢ" જ રાખીએ છીએ--ક્યાંક કોઈ લેખમાં શરતચૂકથી જુનાગઢ લખેલું ધ્યાને આવે તો ચોક્કસ સુધારવું રહ્યું -- પણ પ્રચલીત નામની નીતિ પ્રમાણે સર્ચ કરનારાઓના લાભાર્થે "જુનાગઢ" અને "જૂનાગઢ" એવાં બે મથાળાં માત્ર રાખીએ છીએ. આશા છે આપ આ લાચારી સમજી શકશો. અને દુઃખ છે કે આપ સમા ખુબ જ કાર્યરત એવા માન.સભ્યશ્રીની લાગણીને અમે પૂર્ણપણે સ્વિકારી નથી શક્યા. જોડણી બાબતે આપ અને આપણે લાગણી બંન્ને સંપૂર્ણ સાચા જ છો, આપણે સૌ આશા રાખીયે કે ગુજરાતીઓમાં (આપણાં સમેત !) જોડણી બાબતે જલ્દી જાગૃકતા આવે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
નમસ્કાર પ્રિય અશોકભાઇ, લાંબા સમયે તમને જોયાની ઉમળકાની હેલી છેક "WhatsApp" સુધી લંબાવી પણ પ્રતિસાદ ન મળતા થોડી વ્યગ્રતા ઘેરી વળી છે. આશા છે સહુ સારાવાના હશે. મુખ્ય ચર્ચામાં વચ્ચે અન્ય વાત છેડવા બદલ ક્ષમા-યાચના--એ. આર. ભટ્ટ ૨૨:૧૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
સહમત.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૨૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
અરે ભટ્ટજી, ક્ષમા શાની ! આપની વ્યગ્રતા પણ આમ તો વિકિના અર્થે જ ને ! વૉટ્સએપ બાબતે મને એમ કે હજુ એના પર પ્રતિબંધ હશે !!! :-) ચાલો હમણાં જોઈ કાઢું અને પ્રત્યુત્તર આપું. સ્પોન્ડિલાઈટિસનો જુગ જૂનો દુખાવો ક્યારેક ઘેરહાજર રહેવા મજબૂર કરે રાખે છે, બાકી હવે મજામાં છું, યાદ કરવા બદલ આભાર ભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૬, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
અરેરે... ફરી જુગ જુગાંતર જુની પીડા..... ભગવાન એ પીડા કોઇને ન આપે એવી પ્રભુ પ્રાર્થના. --એ. આર. ભટ્ટ ૨૨:૪૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
યોગેશભાઈ, સહમત કોની સાથે? ભટ્ટભાઈ સાથે?--ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
હાહાહા. તમારી અને અશોકભાઇની વાત સાથે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૫૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]