ગુજરાત સાહિત્ય સભા
Appearance
ગુજરાત સાહિત્ય સભા, જે સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશન નામે ઓળખાતી હતી, અમદાવાદ, ગુજરાતમાં આવેલી સાહિત્યના પ્રચાર માટે કાર્યરત સંસ્થા છે. તેની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા એ ૧૮૯૮માં કરી હતી.[૧] તેનું નામ ૧૯૦૫માં બદલવામાં આવ્યુ હતું.[૨][૩]
આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મ જયંતિ ઉજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે. ગુજરાત સાહિત્ય સભા રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે[૩] અને તે ગુજરાતમાં સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે.[૨][૪]
પ્રમુખોની યાદી
[ફેરફાર કરો]આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[૫]
ક્રમ | પ્રમુખ | શરુ | અંત |
---|---|---|---|
૧ | રમણભાઈ નીલકંઠ | ૧૯૦૪ | ૧૯૨૮ |
૨ | કેશવલાલ ધ્રુવ | ૧૯૨૮ | ૧૩ માર્ચ ૧૯૩૮ |
૩ | આનંદશંકર ધ્રુવ | ૧૯૩૮ | ૧૯૪૨ |
૪ | રામનારાયણ પાઠક | ૧૯૪૨ | ૧૯૪૭ |
૫ | વિદ્યાગૌરી નીલકંઠ | ૧૯૪૭ | ૧૯૫૯ |
૬ | રસિકલાલ પરીખ | ૧૯૫૯ | ? |
ઉપપ્રમુખોની યાદી
[ફેરફાર કરો]આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[૫]
ક્રમ | ઉપપ્રમુખ | શરુ | અંત |
---|---|---|---|
૧ | જનુભાઈ અચરતલાલ સૈયદ | ૧૯૨૨ | ૧૯૨૫ |
૨ | સાકરલાલ અમૃતલાલ દવે | ૧૯૨૫ | ૧૯૨૬ |
૩ | હરીપ્રસાદ વ્રજરાય દેસાઈ | ૧૯૨૬ | ૧૯૫૦ |
૪ | ગૌરીશંકર જોશી | ૧૯૪૭ | ૧૯૫૭ |
૫ | ચુનીલાલ વર્ધમાન શાહ | ૧૯૫૯ | ૧૯૬૪ |
૬ | અનંતરાય રાવળ | ૧૯૬૪ | ? |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "first suggested the concept of Mahagujarat in a meeting of the Gujarat Sahitya Sabha, held in Karachi in 1937". The Times of India. મેળવેલ ૨૦ માર્ચ ૨૦૧૮.
- ↑ ૨.૦ ૨.૧ Choudhuri, Indra Nath, સંપાદક (૨૦૧૬). Encyclopaedia of Indian Literature: I-L. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૨૩૬૬. ISBN 978-81-260-4758-1.
- ↑ ૩.૦ ૩.૧ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 394, 403. ISBN 978-93-5108-247-7.
- ↑ Jhaveri, Mansukhlal (૧૯૭૮). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૨૩૪. OCLC 825734488.
- ↑ ૫.૦ ૫.૧ Keshavram Kashiram Shastri (૧૯૭૭). Gujarat Na Saraswato (Who's Who in Gujarati Literature). Ahmedabad: Gujarat Sahitya Sabha. પૃષ્ઠ ૧૪-૧૫.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |