જૂનાગઢ રજવાડું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જૂનાગઢ સ્ટેટ
જુનાગઢ રજવાડું
બ્રિટિશ ભારત
૧૭૩૦–૧૯૪૮
Flag રાજચિહ્ન
ધ્વજ Coat of arms
જૂનાગઢનું સ્થાન
સૌરાષ્ટ્રમાં જુનાગઢ રજવાડું
અન્ય રજવાડાંઓ સાથે ગુલાબી રંગમાં દર્શાવેલ છે.
ઇતિહાસ
 •  સ્થાપના ૧૭૩૦
 •  જૂનાગઢનું ભારતમાં વિલિનીકરણ ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૨૧ ૮,૬૪૩ km2 (૩,૩૩૭ sq mi)
વસ્તી
 •  ૧૯૨૧ ૪,૬૫,૪૯૩ 
વસ્તી ગીચતા ૫૩.૯ /km2  (૧૩૯.૫ /sq mi)
સાંપ્રત ભાગ ગુજરાત, ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)

જૂનાગઢ રજવાડું અથવા જૂનાગઢ રિયાસત સૌરાષ્ટ્રનું રજવાડું હતું, ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ રાજ હેઠળના ભારતના વર્ષો દરમ્યાન આ રજવાડા/રિયાસતના શાસકો બાબી વંશના મુસલમાન નવાબો હતા. આ રાજ્ય વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીની દેખરેખ હેઠળ આવતું હતું અને રાજ્યનો કુલ વિસ્તાર 8,643 square kilometres (3,337 sq mi)નો હતો. ઈ.સ. ૧૯૪૧ની વસતી ગણતરી પ્રમાણે જૂનાગઢ રાજ્યની વસતી ૬,૭૦,૭૧૯ હતી. આ રાજ્યની સરહદો પોરબંદર, બાંટવા, માણાવદર, સરદારગઢ, ગોંડલ, બિલખા, જેતપુર, મેંદરડા, માનપુર (ભાવનગર), બગસરા અને ગાયકવાડી રાજ્યની સરહદોને અડતી હતી.

જૂનાગઢ રજવાડું સલામી રાજ્ય હતું, જેને બહારના પ્રસંગોમાં ૧૩ તોપની અને ખાનગી પ્રસંગોમાં ૧૫ તોપની સલામીનું બહુમાન પ્રાપ્ત હતું. અહીંના મુસ્લિમ બાબી શાસકો નવાબ અને દીવાનનો ખિતાબ ધરાવતા હતા. એ સમયના ભારતમાં કુલ ૧૮ મુસ્લિમ રાજ્યો હતા જેમાં જૂનાગઢ રાજ્ય પાંચમાં ક્રમાંકનું ગણાતું હતું. જૂનાગઢ રાજ્યમાં ૧૩ મહાલો (તાલુકાઓ)માં વહેંચાયેલાં કુલ ૮૬૬ ગામો હતા. સ્વતંત્રતા પહેલાંના અરસામાં જૂનાગઢ રાજ્ય બ્રિટિશ સરકારને ખંડણી પેટે ₹ ૨૮,૩૯૪, ગાયકવાડને પેશકશીના ₹ ૩૭,૨૧૦ ભરતું અને કાઠિયાવાડના કુલ ૧૩૭ નાના રજવાડાઓ પાસેથી જોરતલબીના ₹ ૯૨,૪૨૧ મેળવતું હતું. સને: ૧૯૪૩-૪૪માં આ રાજ્યની કુલ વાર્ષિક આવક આશરે ₹ ૧૯૦ લાખ હતી.[૧]

અભિનેત્રી પરવીન બાબી જૂનાગઢના રાજવી કુટુંબની હતી.

શાસકોની સૂચી[ફેરફાર કરો]

  • ૧૭૩૫ - ૧૭૫૮: મોહમ્મદ બહાદરખાનજી (પહેલા)
  • ૧૭૫૮ - ૧૭૭૫: મોહમ્મદ મહાબતખાનજી (પહેલા)
  • ૧૭૭૫ - ૧૮૧૧: મોહમ્મદ હમિદખાનજી (પહેલા)
  • ૧૮૧૧ - ૧૮૪૦: મોહમ્મદ બહાદરખાનજી (બીજા)
  • ૧૮૪૦ - ૧૮૫૧: મોહમ્મદ હમિદખાનજી (બીજા)
  • ૧૮૫૧ - ૧૮૮૨: મોહમ્મદ મહાબતખાનજી (બીજા)
  • ૧૮૮૨ - ૧૮૯૨: મોહમ્મદ બહાદરખાનજી (ત્રીજા)
  • ૧૮૯૨ - ૧૯૧૧: મોહમ્મદ રસુલખાનજી
  • ૧૯૧૧ - ૧૯૪૮: મોહમ્મદ મહાબતખાનજી (ત્રીજા)

નવાબોની છબીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ખાચર, પ્રદ્યુમ્ન (૨૦૧૨). સોરઠ સરકાર-નવાબ મહાબતખાનજી. પ્રદ્યુમ્ન ખાચર. ISBN 978-81-924026-0-4. Check date values in: |year= (મદદ)