બગસરા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બગસરા
—  શહેર  —

બગસરાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°29′00″N 70°57′00″E / 21.483333°N 70.95°E / 21.483333; 70.95
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
વસ્તી ૩૧,૭૮૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બગસરા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું વહીવટી મથક છે. આ નગર સતલડી નદીના ઉત્તર કાંઠે આવેલું છે.[૧][૨]બગસરા લોકસાહિત્ય તેમ જ શૌર્યગીતોના રચયિતા ઝવેરચંદ મેઘાણી, કે જેમને રાષ્ટ્રીય શાયરનું સન્માન મળ્યું છે, એમની કર્મભૂમિ ગણવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બગસરાને ઇ.સ. ૧૫૨૫માં દેવગામ દેવલીના વાળા મંછા ભૈયાએ જીતી લીધું હતું. વાળા મંછા પછી તેનો પુત્ર ભૈયા ગાદીએ આવ્યો જેના પરથી બગસરાના કાઠીઓ ભૈયાણી કહેવાય છે. બ્રિટિશ શાસન દરમિયાન નગર વાળા કાઠીઓ હસ્તગત હતું અને કાઠિયાવાડ એજન્સી હેઠળનું થાણું હતું.[૧]

વસતી[ફેરફાર કરો]

૨૦૦૧ની ભારતની વસતી ગણતરી પ્રમાણે[૩] બગસરાની વસતી ૩૧,૭૮૯ વ્યક્તિઓની હતી. આ વસતીમાં પુરુષો ૫૨% અને સ્ત્રીઓ ૪૮% હતી. બગસરાનો સરેરાશ સાક્ષરતા દર ૭૦% હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા દર ૫૬% અને સ્ત્રીઓમાં ૪૪% હતો. વસતીના ૧૨% ની વય ૬ વર્ષથી નીચે હતી.

વ્યવસાય[ફેરફાર કરો]

બગસરા સોનાનો ઢોળ ચડાવેલ દાગીના (ગોલ્ડ પ્લેટેડ) અને અરી ભરતના વસ્ત્રો માટે જાણીતું છે. ચોરસ કાપડના ટુકડાઓ ચોપાલ અને સ્ત્રીઓના સ્કાર્ફ સદલા અહીં સ્થાનિક રીતે બનાવાય છે. ગીર ટિંબર લાકડાનો પણ અહીં વ્યવસાય છે.[૧]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • ભુતનાથ મહાદેવ મંદિર
  • મુંજીયાસર બંધ /ખોડિયાર મંદિર
  • સ્વામીનારાયણ મંદિર
  • બાલ કૃષ્ણ હવેલી
  • બાઘેશ્વર મંદિર
  • પુતળેશ્ચર મહાદેવ મંદિર

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૩. Check date values in: |year= (મદદ)
  2. બગસરા તાલુકો
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. the original માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. Retrieved ૧ નવેમ્બર ૨૦૦૮. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)

PD-icon.svg આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૨. Check date values in: |year= (મદદ)