કેવળ જ્ઞાન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જૈનત્વમાં કેવળ જ્ઞાન (પ્રાકૃતઃकेवल णाण) અર્થાત્ "સંપૂર્ણ જ્ઞાન", એ કોઈ આત્મા દ્વારા મેળવી શકાતું ઉચ્ચત્તમ્ કક્ષાનું જ્ઞાન છે જે વ્યક્તિ આ જ્ઞાન મેળવે છે તેમને કેવળી કહેવાય છે. જેના સમનાર્થ અરિહંત, જિન (જીતનાર), ને લાયક આદિ થાય છે. તીર્થંકર એ એવા કેવળી છે કે જેઓ જૈન દર્શન શીખવે છે અને જૈન ધર્મની સ્થાપના કરે છે.

જૈન દર્શન અનુસાર કેવળ એવી આત્મીક સ્થિતી છે જેમાં જીવ (ચેતના), દેહ દમન આદિ ક્રિયાઓ દ્વારા રહેલા કર્મોને બાળી અજીવથી વિયુક્ત થઈ જાય છે અને જીવન મરણના અનંત ચક્રો માંથી મુક્ત થઈ જાય છે. આ રીતે કેવળ જ્ઞાન નો અર્થ સ્વ અને અન્ય વિષેનું અનંત જ્ઞાન એવો થાય છે કે જેને ઘાતીય કર્મોના ક્ષય દ્વારા મેળવી શકાય છે. [૧] જે આત્મા આ સ્થિતી કે જ્ઞાન પામે છે જીવન કાલના અંતે તે મોક્ષ કે મુક્તિ પામે છે.

જ્ઞાન[ફેરફાર કરો]

જૈનત્વ અનુસાર, પવિત્ર અને પોર્ર્ણ જ્ઞાન એ આત્માનો આંતરિક ગુણ છે. પરતું વિવિધ પ્રકારના જ્ઞાનાવરનીય કર્મોને કારણે આત્માનો આ જ્ઞાનગુણ આચ્છદિત થઈ જાય છે ઢંકાઈ જાય છે. નીચે જ્ઞાન ના પ્રકાર દર્શાવેલા છે: [૨]

જ્ઞાનનો પ્રકાર વર્ણન કોના દ્વારા અવરોધિત
મતિ જ્ઞાન પાંચ ઈંદ્રીયો દ્વારા મેળવાતું જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મ (મતિ કર્મ)
શ્રુત જ્ઞાન ચિન્હો મુદ્રાઓ, ભાષા, શબ્દો, લેખન, મુદ્રા,ઈશારાઓ આદિ પર અધારિત જ્ઞાન. જ્ઞાનવરનીય કર્મ (શ્રુત કર્મ)
અવધિ જ્ઞાન ઈંદ્રિયના ઉપયોગ વિના પ્રાપ્ત થતું દૂરની વસ્તુ જણાવતું ભૌતિક વસ્તુ સંબંધીત ગહન જ્ઞાન. અવધિ જ્ઞાનાવરણીય કર્મ
મનઃપર્યવ જ્ઞાન ઈંદ્રિયના ઉપયોગ વિના અન્યના મનની વાત , વિચારો આદિની જાણ આપતું ગહન જ્ઞાન. મન જ્ઞાનાવરણીય કર્મ
કેવળજ્ઞાન અમર્યાદિત, પૂર્ણ, સીધું સર્વજ્ઞ, સર્વોચ્ચ કક્ષાનું જ્ઞાન કેવળ જ્ઞાનાવરણીનીય કર્મ

જ્યારે અન્ય પ્રકારના લૈકિક જ્ઞાનમાં કોઈ ભૂલ ચૂક રહી જવાનું શક્યતા છે ફક્ત કેવળ જ્ઞાન શરત ચૂક રહિત પૂર્ણ જ્ઞાન છે.

કેવળ જ્ઞાનના બે પાસા[ફેરફાર કરો]

કેવળજ્ઞાનના બે પાસા છે: 'સ્વ'નું સંપૂર્ણ જ્ઞાન અને સર્વજ્ઞતા, અને 'પર'નું સમ્પૂર્ણ જ્ઞાન.

જે વ્યક્તિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે આત્માનું ખરું સ્વરૂપ ઓળખી શકે છે.તે પોતાના આત્માના ખરા સ્વરૂપમાં રાચતો રહે છે. તેને કોઈ કામના રહેતી નથી અને તે વિશ્વની સર્વ ભૌતિકતા અને સાંસારિક ક્રિયાઓથી વિરક્ત હોય છે કેમકે તેણે આત્માની સર્વોચ્ચ વસ્તુ પ્રાપ્ત કરી લીધી હોય છે.

બીજા અર્થે, કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ વિશ્વની સૌ વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન.

અમુક જૈન ગ્રંથો મહાવીરની સર્વજ્ઞતાને આ રીતે બતાવે છે: [૩]

જ્યારે સંયમી ભગવાન મહાવીર જિન કે અરિહંત બન્યાં, ત્યારે તેઓ કેવલી હતાં, સર્વજ્ઞ હતાં તેઓ દરેક પદાર્થનું સ્વરૂપ સમજતાં હતાં ; તેઓ સમગ્ર વિશ્વ, પ્રભુનું, માણસોનું દેવનું, દાનવોનું સ્વરૂપ જાણતા હતાં: તેઓ ક્યાંથી આવ્યાં, ક્યાં જશે,તેમનો પછીનો જન્મ કઈ યોનિમાં થશે દેવ રૂપે, માણસ રૂપે, કે પ્રાણી રૂપે તે સ્વર્ગમાં જશે કે નર્કમાં , તેમના મનના વિચારો, વાતો, ખોરાક, ક્રિયાઓ, ઈચ્છાઓ , ખુલ્લા કે ખાનગી કાર્યો ; તે કે જેઓ અરિહંત છે, તેમનાથે કોઈ વાત અજ્ઞાત નથી ,તેઓ સમ્ગ્ર વિશ્વના જીવોને વાત, વિચારો, વાતો આદિ કોઈ પણ ક્ષણે જોઈ શકે છે.(૧૨૧)

મહાવીરનું કેવળજ્ઞાન[ફેરફાર કરો]

મહાવીરના કેવળજ્ઞાનની પરિકલ્પના દર્શાવતું ચિત્ર

એમ મનાય છે કે કેવળજ્ઞાન મેળતા પહેલાં ભગવાન મહાવીરે ૧૨ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી. : [૪]

"તેરમા વર્ષના,ઉનાળાના બીજા મહિનામાં, ચોથા પખવાડીયા,વૈશાખ મહિનાના શુક્લ પક્ષના, દસમા દિવસે, જ્યારે પડછાયો પૂર્વ તરફ નમ્યો અને પ્રથમ પ્રહર પૂર્ણ થઈ ગયો , તેવા સુવ્રત દિવસે, વિજય મહૂરતમાં, જ્રુંબકગ્રામમાં, રુજુવાલિકા નદીને કિનારે, પ્રાચીન મંદિરથી વધુ દૂર નહીં, શ્યામક નામના ગાથાપતિના ખેતર ,સાલના વૃક્ષ નીચે, જ્યારે ચંદ્ર ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં હતો,ત્યારે (આદરણીય) ગોદુહીકા આસને ધ્યાનસ્થ હતાં, તેમને પાણી વિનાનો અઢી દિવસનો ઉપવાસ હતો, ઊંડા ધ્યાનમાં મગ્ન હતાં, ત્યારે તેઓ જ્ઞાનના સર્વોચ્ચ શિખર કેવળ જ્ઞાન પામ્યાં (૧૨૦)

કોઈ એક તીર્થંકરના જીવનમાં ઘટતી પાંચ મુખ્ય ઘટનાઓમાં કેવળજ્ઞાન પણ એક ઘટના છે. આ ઘટનાને જ્ઞાન કલ્યાણક કહે છે. આની ઉજવની કરવા સર્વ દેવલોકના દેવો આવે છે. ભગવાન મહાવીરના કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવવા પણ દેવો આવ્યાં હતાં જેમણે સમોસરણ (તીર્થંકરની ઉપદેશ સભા) ની રચના કરી હતી.

કેવળ જ્ઞાન અને મોક્ષ[ફેરફાર કરો]

કેવળજ્ઞાન અને મોક્ષ એક બીજાથી સંલગ્ન છે મોક્ષ અથવા મુક્તિ માત્ર તેમના દ્વારા જ મેળવી શકાય છે જેઓ કેવળ જ્ઞાની હોય. કેવળી આત્મા નિર્વાણ પછી સિદ્ધ બને છે અને જીવન મરણના ચક્રોમાંથી મુક્તિ મેળવે છે.મુક્તિની આ સ્થિતી શાશ્વતી હોય છે.

વિતરાગ[ફેરફાર કરો]

જૈન દર્શન અનુસાર વિતરાગી દશા અને સર્વજ્ઞતા વચ્ચે સીધો સંબંધ છે. ધ્યાનના ઉચ્ચતમ સ્તરે સૌ પ્રથમ આત્મા વિતરાગ દશા મેળવે છે જેની અસર હેઠળ આત્મા સ્વપ્રત્યે ના આકર્ષણ સિવાય વિશ્વની તમામ વ્યક્તિ કે વસ્તુઓ પરનો આકર્ષણ કે મોહ ત્યાગે છે. એક વખત અ ભાવનામાં સ્થિર થતાં સર્વજ્ઞતા આવે છે. આમ એટલા માટે સર્વજ્ઞતા એ આત્માનો મૂળ ગુણ છે જે ૮ કર્મોની હાજરીને કારણે રુંધાઈ જાય છે. વિતરાગ દશા પમાતા ૪ ઘાતીય કર્મોનો ક્ષય થઈ જાય છે તે આત્માથી હમેંશ માટે છૂટા પડી જાય છે. આમ, ઘાતીય કર્મો આત્મા થી દૂર થયેલ હોવાથે આત્મા પોતાના સહજ ગુણ અર્થાત સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી લે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. એડ. જ્હોન બોકર (૨૦૦૦). "કેવળ". ધ કોનસાઈસ ઓક્સફોર્ડ ડિક્ષનરી ઓફ વર્લ્ડ રીલીજીયન્સ. ઓક્સફર્ડ રેફરન્સ ઓનલાઈન. ઓક્સફર્ડ યુનિવર્સીટી પ્રેસ્સ. Retrieved 2007-12-05. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. ગ્લેસેનપ, હેલમથ વોન (૧૯૪૨). ધ ડોક્ટ્રેન કર્મન ઈન જૈન ફીલોસૂફી (અંગ્રેજી. જી બેરે ગીફોર્ડ દ્વારા જર્મન ભાષામાંથી અનુવાદિત માં). મુંબઈ: વિજીભાઈ પન્નાલાલ ચેરિટી ફંડ. Check date values in: |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  3. જેકોબી, હર્મન (૧૮૮૪). કલ્પ સૂત્ર, જૈઅન સૂત્રાસ પાર્ટ ૧, સ્ક્રેડ બુક્સ ઓફ ઈસ્ટ , ખંડ ૨૨. ઓક્સફોર્ડ: ધ ક્લેરડોન પ્રેસ. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)
  4. જેકોબી, હર્મન (૧૮૮૪). કલ્પ સૂત્ર, જૈઅન સૂત્રાસ પાર્ટ ૧, સ્ક્રેડ બુક્સ ઓફ ઈસ્ટ , ખંડ ૨૨. ઓક્સફોર્ડ: ધ ક્લેરડોન પ્રેસ. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)