તત્વાર્થ સૂત્ર

વિકિપીડિયામાંથી

તત્વાર્થ સૂત્ર (તત્વાર્થ-અધિગમ-સૂત્ર અથવા મોક્ષ-સૂત્ર) એ આચાર્ય ઉમાસ્વાતી કે ઉમાસ્વામી દ્વારા લખાયેલ જૈન ગ્રંથ છે.[૧] જૈન પંથ ના જુદા જુદા પાસાઓને જેવા કે આધ્યાત્મીક , જ્યોતિષ, કથાનાત્મક, નિતીવાદ, આદિ ને લાગતુઁ લેખન જે વિવિધ લેખન માં અવ્યવસ્થિત રીતે વિવિધ સ્થળે વેરાયેલ હતું તેને એક સાથે લાવવાનો આ એક પ્રયાસ હતો. આ સૌથી પ્રથમ જૈન સૂત્ર છે જે લગભગ પૂર્ણ જૈન મતને ૧૦ ખંડ માં વહેંચાયેલ ૩૫૦ સૂત્રો દ્વારા વ્યક્ત કરે છે.[૨] તત્વાર્થ શબ્દ સંસ્કૃતના બે શ્બ્દને મેળવી બનેલ છે તત્વ (જૈન દર્થન , વાસ્તવિકતા) અને અર્થ (ખરું સ્વરૂપ). ઉમાસ્વાતીજીનો તમામ કજૈન ફિરકાઓ દ્વારા સ્વીકાર કરાયો છે. તેઓ લગભગ બીજી શતાબ્દી ઈ. પૂ થઈ ગયાં

વિષય વસ્તુ[ફેરફાર કરો]

તત્વાર્થ સૂત્રને જૈન દર્શન (જૈનત્વ) નું સૌથી પ્રમાણબદ્ધ ગ્રંથ માનવામાં આવે છે અને આ એકમાત્ર ગ્રંથ છે જેને જૈન સંપ્રદાયના શ્વેતાંબર અને દિગંબર એમ બંને સંપ્રદાય માને છે. હિંદુત્વામાં જેટલું પતંજલીના યોગ શાસ્ત્રનું મહત્ત્વ છે તેટલું મહત્વ આ ગ્રંથનું જૈનત્વમાં છે.[૩] પાંચમી સદીથી લઈને આ ગ્રંથ પર વિવિધ ભારતીય ભાષાઓમાં સૌથી મોટી સંખ્યામાં ટિપ્પણીઓ છે. આની પર સૌથી પ્રાચીન દિગંબર ટિપ્પણી (ભાષ્ય) પાંચમી સદીમાં લખાઇ છે જેનું નામ સર્વાર્થસિદ્ધી છે. તે પછી પૂજ્ય પાદ તરીકે ઓળખાતા વ્યાકરણ વેત્તા દેવાનંદી એ છઠ્ઠી શતાબ્દીમાં અને અકાલંકે રાજવર્તિકા નામે ૭૮૦ ઇસ અને વિજયાનંદે ૯મી સદીમાં શોલવત્રિકા નામે ટિપ્પણીઓ લખી. જે આજે પણ દિગંબર ધર્મિ મુમુક્ષુ ના અભ્યાસક્રમનો કેંદ્રીય ભાગ આવે છે.[૨]

આની પહેલી કડીઓ, "સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ " || सम्यग्दर्शनज्ञानचारित्राणिमोक्षमार्ग: || જૈનત્વનો સાર જણાવી દે છે જેનો અર્થ થાય છે સાચી શ્રદ્ધા ધર્મ, સાચું જ્ઞાન અને સાચું વર્તન સહિયારી રીતે મોક્ષ માર્ગ બતાવે છે. આનું પ્રથમ પ્રકરણ પિપાસુની પાત્રતા અને વિવિધ પ્રકારના જ્ઞાન વિષે વાત કરે છે. બાદના ત્રણ પ્રકરણમાં આત્મા, અધો લોક, (નરક), ઉર્ધ્વ લોક (વૈશ્વીક પિંડ) અને દેવ આદિનું વર્ણન આવે છે. પાંચમા પ્રકરણમાં અજીવનું વર્ણન આવે છે. ત્યાર બાદના ત્રણ પ્રકરણ કર્મ વિષેના છે. તે કેમ બંધાય છે એટલે કે તેમની આવક - આશ્રવ, સારા અને ખરાબ કર્મ - શુભ અને અશુભ કર્મ, કર્મ બંધ આદિનું વર્ણન આવે છે. નવમું પ્રકરણ કર્મ બાંધતા કેમ અટકાવવા - સંવર અને બંધાયેલા કર્મનો ક્ષય કેમ કરવો - નિર્જરાને દર્શાવે છે. છેવટનું પ્રકરણ આત્માની મુક્તિ એટલેકે મોક્ષની પ્રાપ્તિની ચર્ચા કરે છે.[૨]

વધુ વાંચન[ફેરફાર કરો]

  • ધેટ વીચ ઈઝ : તત્વાર્થ સૂત્ર, ઉમાસ્વામી દ્વારા . હાર્પર કોલીંસ પબ્લીશર્સ, ૧૯૯૪.


સંદર્ભ[ફેરફાર કરો]

  • જૈની, પદ્મનાભ એસ. (૧૯૯૮). ધ જૈન પાથ ઓફ પ્યોરીફીકેશન. મોતીલાલ બનારસીદાસ. ISBN 8120815785.
  • સિંહ, નરેન્દ્ર (૨૦૦૧). "તત્વાર્થ સૂત્ર". એનસાયક્લોપીડિયા ઓફ જૈનીઝમ, ખંડ ૧. અનમોલ પબ્લીકેશ ન્સ. ISBN 8126106913. મૂળ માંથી 2012-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2011-08-28.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]