નવકાર મંત્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

૯ (નવ) પદો અને ૬૮ (અડસઠ) અક્ષરોના સમાવેશવાળા આ મહામંત્રનું ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. નવકાર મંત્ર એ જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે. આ મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત, અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે. આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે. એ પણ નોંધવા જેવું છે કે નવકાર મંત્રમાં કોઇનું પણ, અરિહંત કે સિધ્ધોનું પણ, નામ લેવામાં આવેલ નથી. મંત્રપાઠનાં સમયે, જૈન ભક્ત તેમનાં ગુણોને યાદ કરે છે અને તેમનું અનુસરણ કરવાની કોશિશ કરે છે. માટે જ તેને નવકાર મંત્ર કહેવાય છે. આ વાત જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતની પુષ્ટી કરે છે.

નવકાર મંત્ર ને નમસ્કાર મંત્ર પણ કહેવાય છે અને તે જૈન ધર્મનો ઘણો મહત્વનો મંત્ર છે.

મંત્ર[ફેરફાર કરો]

નમો અરિહંતાણં,
નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો,
સવ્વપાવ પ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં,
પઢમં હવઈ મંગલં.

એક અન્ય પરંપરામાં છેલ્લાં ચાર પદોમાં ચૂલિકાને બદલે

નમો નાણસ્સ
નમો દંસણસ્સ
નમો ચરિત્તસ્સ
નમો તવસ્સ

આ ચાર પદો વપરાય છે.

અર્થ[ફેરફાર કરો]

મૂળ રૂપે નવકાર પાંચ પદોનો બનેલો છે. આના પ્રથમ પાંચ પદોમાં દેવ-ગુરુને નમસ્કાર કરાયા છે. પાછળના ચાર પદ ચૂલિકા છે જે પાછળથી એ ધર્મ ગુરુઓ દ્વારા ઉમેરાઈ છે.

નવકારનો અર્થ આ પ્રમાણે છે:<br\> નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને <br\> નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને<br\> નમસ્કાર હોજો આચાર્યજી ને<br\> નમસ્કાર હોજો ઉપાધ્યાયજી ને<br\> નમસ્કાર હોજો આ લોકને વિષે વિચરતા સૌ સાધુ-સાધ્વીજીઓને<br\>

ચુલિકા= મહિમા શ્લોક<br\> આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે.<br\> બધા પાપોનો નાશ કરનાર છે.<br\> અને બધાં જ મંગલોમાં <br\> પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે.<br\>

એક અન્ય પરંપરામાં છેલ્લાં ચાર પદોમાં ચૂલિકાને બદલે વપરાતા પદોના અર્થ જ્ઞાનને નમસ્કાર હો. <br\> દર્શનને નમસ્કાર હો.<br\> ચારિત્રને નમસ્કાર હો.<br\> તપને નમસ્કાર હો.<br\>

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]