અણુવ્રત
Appearance
જૈન ધર્મ |
---|
અણુવ્રત એટલે નાના વ્રત. મહાવ્રતની અપેક્ષાએ નાના એવા વ્રતો અણુવ્રત કહે છે. મહાવ્રતો માં હિંસા આદિ એવા પાપ કર્મોનો સર્વથા સંપૂર્ણ ત્યાગ હોય છે. જ્યારે અનુવ્રતોમાં મર્યાદિત ત્યાગ હોય છે.
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે:
- ૧. પ્રાણાતિપાત - સ્થૂળ (મોટી) હિંસાનો ત્યાગ અર્થાત્ અહિંસા.
- ૨. મૃષાવાદ - મોટાં (ગંભીર) જૂઠાણાનો ત્યાગ અર્થાત્ સત્ય.
- ૩. અદતાદાન - મોટી ચોરીનો ત્યાગ અર્થાત્ અસ્તેય.
- ૪. મેહૂણ (મૈથૂન) - પરસ્ત્રી (પરપુરુષ) સેવનનો ત્યાગ અર્થાત્ બ્રહ્મચર્ય.
- ૫. પરિગ્ગહ (પરિગ્રહ) - મોટા પરિગ્રહનો ત્યાગ અર્થાત્ અપરિગ્રહ કે સંપત્તિ સંચયનો ત્યાગ.