ગણધર

વિકિપીડિયામાંથી

જૈનત્વમાં ગણધર એ તીર્થંકરોના પ્રાથમિક કક્ષાના શિષ્યો હોય છે.[૧][૨] ૨૪માંના દરેક તીર્થંકરને તેમના ગણધરો હોય છે પણ તેમની સંખ્યા ઓછી વધતી હોય છે.

'સાધુ પદ'માં ગણધરનેએ પદવી સૌથી સન્માનનીય માનવામાં આવે છે. તેઓ 'તીર્થંકર' બાદ બીજ વ્યક્તિ હોય છે જે દિવ્યવાણી પીરસે છે. મહાવીરના સૌથી પ્રમુખ ગણધર હતાં "ગૌતમ સ્વામી"

કોઈ પણ તીર્થંકરનો શ્રમણ (સાધુ)સંઘ વિવિધ ગણોમાં વિભાજીત થયેલ હોય છે, દરેક ગણના મુખીને ગણધર કહે છે.

જૈન મંગળા ચરણના સંદર્ભમાં પણ ગણધરને મહત્વનું સ્થાન અપાયું છે

"મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી.
મંગલમ કિંકિડર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ"

ભગવાન મહાવીરના ગણધરો[ફેરફાર કરો]

ભગવાન મહાવીરના કાળમામ્ આજના બિહારના પાવાપુરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ સોમિલ હતું. એક વખત તેણે એક મહા બલિ ચડાવવાનું આયોજન કર્યું. સર્વ વિદ્યમાન વિદ્વાનો તેમાં જોડાય એવી તેની ઈચ્છા હતી. ઈંદ્રભૂતિ ગૌતમ કે જે તે સમયના સૌથી વિદ્વાન બ્રાહ્મણ ગનાતા હતાં તેઓ આ આયોજના પ્રમુખ સાધુ હતાં. તેના જેટલા જ વિદ્વાન એવા તેમના ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ તેમની બાજુએ બેસવાના હતાં. વ્ય્ક્તા અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેવાના હતાં. સોમિલએ સુધર્માનુમ્ નામ એક વિદ્વાન તરીકે સાંભળ્યુમ્ હતુમ્ આથે તેણે તેમને પણ આમંત્રણ મોકલ્યું હતું. સુધર્માને આ મહા બલિદાનનો ભાગ બનવાની તક જતી કરવી ન હતી, ખાસ કરીને તેને ગૌતમ ભાઈઓને જોવાની તીવ્ર ઈચ્છા હતી. આથે તેમણે સહર્ષ સોમિલનું અમંત્રણ સ્વીકાર્યું. નક્કી કરેલા સમયે બલિની વિધી શરુ થઈ. યથાયોગ્ય મંત્રોચ્ચાર અને સૂત્રો સાથે આહુતિની શરુઆત થઈ. જેમજેમ યજ્ઞનો ધુમડો ઉપર ચડ્યો ત્યારે તેમણે જોયું કે દેવોના વિમાનો નીચે ઉતરી રહ્યાં હતાં. ઈંદ્રભૂતિ અને અન્ય સાધુઓને સંતોષ થયો કે આહુતિ સ્વીકારવા તેઓ દેવોને બોલાવી શક્યાં. પણ તેમની નવાઈ વચ્ચે એ દેવ વિમાનો તેમની તરફ ન આવતા, દિશા બદલીને શહેરના બીજે છેડે ઉતરવા માંડ્યાં. તેઓ આમ થવાનું કારણ સમજી ન શકયાં. તેમની બલિ વિધીની નિપુણતાને આધારેતો દેવ વિમાન તેમને ત્યાંજ ઉતરવા જોઈતા હતાં.

બન્યું એવું હતું કે તેજ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી ભગવાન મહાવીર પાવાપુરીમાં પધાર્યાં હતાં. સ્વર્ગમાંથી ઉતરતાં દેવો તેમને વંદન કરવા અને તેમની વાની સાંભળવા પૃથ્વી પર આવ્યામ્ હતાં. આ સાંભળી ઈંદ્રભૂતિ ને નવાઈ લાગી. તેણે પોતાના કરતાં વધુ વિદ્વાન કોઈ પણ વ્યક્તિ જોઈ ન હતી. તેમને લાગ્યું કે મહાવીર એ કોઈ બહુરુપિયો હશે જેણે કોઈક રીતે દેવોને પ્રસન્ન કરી લીધાં હશે. માટે તેને ખુલ્લો પાડી તેને ડામી દેવો જરુરી હતો.

એવા વિચારે ઈંદ્રભૂતિ ભગવાન મહાવીરની દેશના સ્થળે જવા રવાના થયાં. જ્યારે તે મહાવીરની નજીક ગયાં ત્યારે ભગવાને ઈંદ્રભૂતિને તેનું નામ લઈને બોલાવ્યો. એક ધુતારો પોતાનું નામ જાણે છે તે જાણી ઈંદ્રભુતિ ને અત્યંત નવાઈ લાગી. પણ જેવું તેમણે ભગવાન સામે જોયું ત્યારે તેમના વ્યક્તિત્વથે ઈંદ્રભૂતિ ખૂબ પ્રભાવિત થયાં. તેમનો ગર્વ ઓગળવા લાગ્યું.


ભગવાન મહાવીરે તરત જ એમને પૂછ્યું, 'ગૌતમ, આત્માના સ્વતંતર અસ્તિત્વ વિષેની શંકા હજી પણ તારા મસ્તિષ્કને હેરાન કરે છે કેમ?' આ શબ્દો સાંભળી ઈંદ્રભૂતિ તો એકદમ આશ્ચર્ય માં ડૂબી ગયાં , કેમકે તેમના મનમાં તે વિષે શંકા હતી.ત્યાર બાદ ભગવાને સ્વયં વેદોના લાગતા સૂત્રનું ઉચ્ચારણ કરીને તેમને સમજાવ્યું કે તેમણે શંકા કે તેમણે શંકા કરવાનું કોઈ કારણ નથી. આ ચોખવટ સાંભળી ઈંદ્રભૂતિના મનની શંકાનું સમાધાન થયું. ત્યાર બાદ તેમણે ભગવાન મહાવીરને ગુરુ તરીકે સ્વીકાર્યાં. તેઓ ભગવાન મહાવીરના ચરણે પડી તેમને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતિ કરી. ભગવન મહાવીરે તેમની વિનંતી નો સ્વીકાર કર્યો અને આમ ઈંદ્રભૂતિ તેમના પ્રથમ શિષ્ય બન્યાં.


ઈઁદ્રભૂતિ પાછા ન આવતાં તેમના ભાઈઓ અગ્નિભૂતિ વાયુભૂતિ અને વ્યક્તજી જેવા અન્ય પઁડિતો મહાવીર સ્વામી બિરાજમાન હતાં તે જગ્યાએ ગયાં. ભગવાન મહાવીરે તે સૌના મનમાં ચાલતા આત્મા વિષયક શંકાનું સમાધાન કર્યું. પરિણામે તે સૌ પણ પોતાના અનુયાયીઓ સહીત ભગવાન મહાવીરના શિષ્ય બન્યાં.

હવે સુધર્માજી નો વારો હતો. તેમની વિચાર ધારા એવી હતી દરેકે જીવ પોતાની યોનિમાં જ પુન જન્મ લે છે. અન્ય શબ્દોમાં માણસો બીજા જન્મમાં માણસ બને છે. તેમની આ ધારણા વનસ્પતિના જીવન ક્રમ પર આધારિત હતી. કોઈ એક સફરજનનુઁ વૃક્ષ સફરજનના વૃક્ષના બીજ ઉત્પન્ન કરે છે. પ્રભુ મહાવીરે તેમને આવકાર્યાં અને જેમ સંકરણ કરી વિવિધ જાતની વનસ્પતિ પેદા કરી શકાય છે તેજ રીતે માનવ પોતાના કર્મ અનુસાર દેવ યોનિ કે પ્રાણી યોનિમાં ઉત્પન્ન થઈ શકે છે. સુધર્માજીને મહાવીર સ્વામીની વાત ગળે ઉતરી ગઈ તેઓ પોતાના ૫૦૦ અનુયાયીઓ સહિત મહાવીરના શોષ્ય બની ગયાં. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. આ ઘટના સમયે મહાવીરેઅ સ્વામી ૪૨ વર્ષના હતાં

સોમિલના બલિ સમારઁભમાઁ આવેલ અગિયાર પંડિતો ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય બન્યાં અને તેઓ ગણધર બન્યાં.

ત્યાર બાદ ભગવાન મહાવીર ૩૦ વર્ષ જીવ્યાં. તે દરમ્યાન ભગવાન મહાવીર વિવિધ ક્ષેત્રોમાં લોકોને અત્મીક મુક્તિનો માર્ગ બતાડતા વિચરવા લાગ્યાં. તે દરેક સમયે સુધર્મા સ્વામી તેમની સામે બેસતાઁ અને તેઓ શું કહે છે. તે ધ્યાન રાખતાં.

આ રીતે તેમણે ભગવાન મહાવીરની વાણીને આગમ સ્વરૂપે ગૂંથી. મહાવીર સ્વામીના નિર્માણ સમય સુધી અગિયારમાંના નવ ગણધર મૃત્યુ પામ્યાં હતાં. માત્ર બે ગણધર ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી જ હયાત હતાં. ભગવાન મહાવીરના નિર્વાણની રાત્રેજ ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી સંઘના વ્યવસ્થાપનની બધી જવાબદારી સુધર્મા સ્વામી પર આવી હતી.

આવનારા બાર વર્ષોમાં તેઓ સઁઘના શિરોમણી રહ્યાં અને ભગવાન મહાવીરના ચીઁધેલ માર્ગ પર અસરકારક રીતે સંઘનું સંચાન કર્યું અને ભગવાન મહાવીરનો સંદેશ ફેલાવ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "જૈનત્વની પ્રાથમિક સદીઓ". મૂળ માંથી 2017-02-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-08.
  2. જૈન આગમ સાહિત્ય