ભવનાથભારતનાંગુજરાત રાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. જો કે હવે આ ગામ જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયું છે. જુનાગઢ શહેરથી ભવનાથ ૭ કિ.મી. દુર આવેલું છે. પ્રસિધ્ધ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં વસેલું આ ગામ હિંદુ અને જૈન ધર્મના અનુયાયીઓ માટેનું યાત્રાસ્થળ છે.
અહીં પ્રસિધ્ધ ભવનાથ મહાદેવનું મંદિર, મૃગીકુંડ તથા અનેક પુરાણા અને પ્રસિધ્ધ મંદિરો આવેલાં છે. સમ્રાટ અશોક દ્વારા અહીં બંધાવાયેલું સુદર્શન તળાવ ઔતિહાસિક સ્થળ ગણાય છે. ગિરનાર પર્વત પર ચઢવા માટેનાં પગથીયાં અહીંથી શરૂ થાય છે. અહીં અનેક નામી અનામી હિંદુ અને જૈન ધર્મશાળાઓ આવેલ છે, જે યાત્રિકોને માટે રહેવા-જમવાની સુવિધાઓ પુરી પાડે છે. મહાશિવરાત્રીનો મેળો તથા ગિરનારની લીલી પરિક્રમા એ અહીં યોજાતા બે મોટા ઉત્સવો છે.[૧]
↑"Bhavnath Festival, Mahashivratri". મૂળ માંથી 3 September 2011 પર સંગ્રહિત. મેળવેલ 2011-08-22. {{cite web}}: Check date values in: |accessdate= and |archivedate= (મદદ) Bhavnath Festival, Mahashivratri