લખાણ પર જાઓ

પાદરીયા

વિકિપીડિયામાંથી
પાદરીયા
—  ગામ  —
પાદરીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′03″N 70°28′27″E / 21.467507°N 70.474141°E / 21.467507; 70.474141
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

પાદરીયા ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. અહીં બાંધકામમાં વપરાતા ચૂના પથ્થરનીં ખાણો આવેલી છે. જુનાગઢ થી બિલખા તરફ જતાં પહેલું જ આ ગામ આવે છે, હવે તો લગભગ જુનાગઢ શહેરનાં વિકાસથી આ ગામ શહેર સાથે ભળી ગયેલું લાગે છે. ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખાણકામ ઉપરાંત ખેતી છે. ખેતીના પાકમાં મુખ્યત્વે મગફળી, કપાસ, અને એરંડા છે. ખાણઉદ્યોગને કારણે ખાણકામ સંલગ્ન મશિનરી વગેરેનું રિપેરીંગકામ વગેરે તથા ટ્રક-ટ્રેક્ટર ચાલનનો ઉદ્યોગ પણ સારા એવા પ્રમાણમાં છે.

જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન