૨૦૦૯ના વર્ષમાં તોરણીયા ગામની અંદાજીત વસ્તી ૨,૨૦૦ જેટલી હતી.
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, ઇંટો પાડવાનું તથા જંગલી ફળફળાદીનું વેચાણ છે. આ ગામની બાજુમાંથી ગુડાજલી નામની નદી પસાર થાય છે. આ ગામની પૂર્વ, પશ્ચિમ તેમ જ ઉત્તર દિશામાં રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકો આવેલો છે. આ ગામ જુનાગઢથી ધોરાજી જતા રાજ્ય ધોરી માર્ગ પર આવતા મોટી પરબડી ગામથી પૂર્વ દિશામાં આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.