લખાણ પર જાઓ

આણંદપુર

વિકિપીડિયામાંથી
આણંદપુર
—  ગામ  —
આણંદપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°24′06″N 70°30′55″E / 21.401674°N 70.515296°E / 21.401674; 70.515296
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
તાલુકો જૂનાગઢ
વસ્તી ૧,૫૦૫[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૧.૦૯૬૧૦૦૨૭૮૫૫૧૫ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૭૬.૮૭% 

• ૮૨.૨૧%
• ૭૧.૦૩%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨ ૨૬૩
    • ફોન કોડ • +૦૨૮૫
    વાહન • GJ-11

આણંદપુર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી લગભગ ૧૦ કિ.મી. દુર આવેલું છે. અહી જુનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો "આણંદપુર ડેમ" (જળબંધ) આવેલ છે. હાલમાં આ ડેમને નર્મદા નહેર સાથે જોડી દેવાયો છે જેથી જરૂરતનાં સમયે નર્મદાનાં પાણીથી આ ડેમ ભરી શકાય. અહીંથી પંપિંગ દ્વારા પાણી જુનાગઢ ઉપરકોટમાં આવેલ સાત તળાવમાં જાય છે અને ત્યાંથી "ફિલ્ટર પ્લાન્ટ" મારફત શુદ્ધ થઇ અને ગુરુત્વાકર્ષણ બળથી શહેરમાં પહોંચે છે.

વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે ગામમાં ૨૯૯ કુટુંબો મળી કુલ વસતી ૧૫૦૫ની છે. જેમાં ૭૮૭ પુરુષો અને ૭૧૮ સ્ત્રીઓ છે. જેમાં ૦-૬ વર્ષ વયજુથનાં બાળકોની સંખ્યા ૧૨૩ છે. અહીં ૬૪૭ પુરુષો અને ૫૧૦ સ્ત્રીઓ મળી કુલ ૧૧૫૭ લોકો ભણેલાં છે, આમ સાક્ષરતા દર ૭૬.૮૭ % છે.[૨]

સંદર્ભો

[ફેરફાર કરો]
જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન