ભવનાથનો મેળો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભવનાથના મેળામાં નાગા સાધુ

ભવનાથનો મેળો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે.

સ્થળ[ફેરફાર કરો]

જૂનાગઢના ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખુબ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભુ શિવલીંગની પૃષ્ઠભૂમિ અદભુત(નિસર્ગ) વનશ્રીથી રળિયામણી દેખાય છે.[૧]

સમય[ફેરફાર કરો]

આ મેળો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી મહા વદ અમાસથી ભરાય છે.[૧][૨]

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા બાવાઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે.[૩] દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખુલ્લા મુકાય છે.[૧]

મહા વદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે નાગાબાવા હાથીઓ પર સવારી કરી શંખ ધ્વની કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળે છે. આ સ્થળે મુચકુંદ, ભર્તુહરિ અને ગુરુદત્ત ની ગુફાઓ પણ ખુબ પ્રખ્યાત છે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને મેળો માણવા આવે છે.[૪][૧]

આહિર અને મેર લોકોને માટે આ સ્થળ આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે. મેળાના દિવસો દરમિયાન રાત્રે લોકસંગીત, રાસ-ગરબા અને ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજવમાં છે.[૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

ભવનાથના મેળાના સન્દર્ભમાં સ્કંદ પુરાણમાં એક દંતકથા આવેલી છે. આ દંતકથા મુજબ શિવ-પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે. આથી તેને ‘વસ્ત્રા પૂતક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.[૧]

મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે. અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં ન્હાવા માટે આવે છે. વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધો પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી.[૪][૧]

સગવડ[ફેરફાર કરો]

ભવનાથના મેળામાં આવતા લોકો માટે રહેવાની તેમજ જમવાની મફત સુવિધા કરવામાં આવે છે. ૩૦૦થી ૩૫૦ લોકો રહી શકે તેવા તંબુઓ બાંધવામાં આવે આવે છે. લોકોને ખરીદી માટે વિવિધ પ્રસાદ અને ચીજ-વસ્તુઓની દુકાનો પણ લગાવવામાં આવે છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ પોતાના પ્રદર્શનો પણ યોજે છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ કાલરીયા, અશોક (૨૦૧૯-૨૦). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. pp. ૧૨-૧3. Check date values in: |year= (મદદ)
  2. જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. pp. ૧૮૧. Check date values in: |year= (મદદ)
  3. ૩.૦ ૩.૧ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. p. ૩૨૬. Check date values in: |year= (મદદ)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. pp. ૮૫. ISBN 97-89-381265-97-0. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]