ધોલેરા
ધોલેરા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°14′52″N 72°11′44″E / 22.247734°N 72.195561°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | ધોલેરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય પાક | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
ધોલેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ધોલેરા તાલુકાનું મુખ્ય મથક છે.
વિગત
[ફેરફાર કરો]ધોલેરા ખંભાતના અખાતનું પ્રાચીન બંદર-નગર છે, જે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરથી ૩૦ કિમી દૂર આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ૬ મંદિરોમાંથી એક અહીં આવેલું છે, આ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાને પોતે પ્રાણપ્રતિષ્ઠા કરીને મૂર્તિઓ પધરાવી હતી.[૧]
ધોલેરા નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ધોલેરા સર
[ફેરફાર કરો]ધોલેરા તાલુકામાં વિકાસ અર્થે થઈ ને અમુક ગામોનો એક વિશેષ સમુહ બનાવવામાં આવ્યો છે જેને ધોલેરા વિશેષ રોકાણ વિસ્તાર (Dholera Special Investment Region- Dholera SIR), અંગ્રેજી ટૂંકાક્ષરોને આધારે ધોલેરા સર કહેવામાં આવે છે. આ ધોલેરા સરમાં નીચેના ગામનો સમાવેશ થાય છે.[૨]
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ દવે, રમેશ મ. "ધોલેરામાં મૂર્તિ પ્રતિષ્ઠા". સહજાનંદ ચરિત્ર (pdf) (પાંચમી આવૃત્તિ). અમદાવાદ: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ રોડ. પૃષ્ઠ ૧૩૫.
- ↑ "ધોલેરા સરમાં સમાવાયેલા ગામની યાદી". મૂળ માંથી 2015-03-16 પર સંગ્રહિત.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |