ભડીયાદ (તા. ધોલેરા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભડીયાદ
—  ગામ  —
ભડીયાદનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°16′48″N 72°10′06″E / 22.280082°N 72.168202°E / 22.280082; 72.168202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો ધોલેરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી

ભડીયાદ (તા. ધોલેરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોલેરા તાલુકામાં આવેલું એક ગામ છે. ભડીયાદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Bhadiyad Pir
પીર મહેમુનશાહ બુખારીની દરગાહ

આ ગામ ખાસ કરીને પીર મહેમુનશાહ બુખારીની દરગાહના ધાર્મિક સ્થળને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રચલીત છે. દર વર્ષે પગપાળા ચાલીને ગુજરાતભરના ખૂણે ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ ભડીયાદ પીરની દરગાહ શરીફ ખાતે ઉમટી પડે છે.

ભડીયાદથી ચાર કિમીના અંતરે ધોલેરા (પ્રાચીન બંદર) ગામ આવેલું છે, જ્યાંથી અમદાવાદ-ભાવનગર માર્ગ પસાર થાય છે જે અમદાવાદ-ભાવનગર રાજ્ય ધોરી માર્ગ વાયા ધોલેરા કરતાં ઘણો ટૂંકો માર્ગ છે.

ધોલેરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન