અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર
અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલા ૨૬ લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો[૧] તેમાં ૨૦૦૯માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના હરિન પાઠક હતા. ૨૦૧૪માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા.[૨]
વિધાનસભા વિભાગો
[ફેરફાર કરો]અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:[૧]
મતવિસ્તાર ક્રમાંક | નામ | આરક્ષિત? | જિલ્લો | ધારાસભ્ય | પક્ષ | ૨૦૧૯માં વિજેતા |
---|---|---|---|---|---|---|
૩૪ | દહેગામ | ના | ગાંધીનગર | બલરાજસિંહ ચૌહાણ | ભાજપ | ભાજપ |
૩૫ | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર | ||||
૪૩ | વટવા | અમદાવાદ | બાબુસિંહ જાદવ | |||
૪૬ | નિકોલ | જગદીશ વિશ્વકર્મા | ||||
૪૭ | નરોડા | પાયલ કુકરાણી | ||||
૪૮ | ઠક્કરબાપા નગર | કંચનબેન રાદડીયા | ||||
૪૯ | બાપુનગર | દિનેશસિંહ કુશવાહા |
તેના સાતમાંથી પાંચ વિધાનસભા વિભાગો: ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, ઠક્કરબાપાનગર અને બાપુનગર પણ ૨૦૦૮માં વિધાનસભા મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યા હતા. નરોડા અને દહેગામ અગાઉ અનુક્રમે અમદાવાદ અને કપડવંજ મતવિસ્તારનો ભાગ હતા.[૩]
સંસદ સભ્યો
[ફેરફાર કરો]ચૂંટણી | સાંસદ | પક્ષ |
---|---|---|
૨૦૦૯ | હરિન પાઠક | ભારતીય જનતા પાર્ટી |
૨૦૧૪ | પરેશ રાવલ | |
૨૦૧૯ | હસમુખ પટેલ |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. પૃષ્ઠ 147. મૂળ (PDF) માંથી 5 October 2010 પર સંગ્રહિત. મેળવેલ 12 December 2014.
- ↑ "It's too early to judge 'Achche din': Paresh Rawal". Daily News and Analysis. Deepak Rathi. 28 August 2014. મેળવેલ 12 December 2014.
- ↑ "BJP, Cong face diamond woes in East". Daily News and Analysis. 14 April 2009. મેળવેલ 5 July 2009.