બારડોલી લોક સભા મતવિસ્તાર

વિકિપીડિયામાંથી

બારડોલી લોક સભા મતવિસ્તાર એ ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તાર પૈકીનો એક છે. આ સંસદીય મતવિસ્તાર વર્ષ ૨૦૦૮ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવ્યો છે. આ બેઠક અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત છે.[૧] આ બેઠક પર સૌપ્રથમ ૨૦૦૯માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષના તુષાર અમરસિંહ ચૌધરી બારડોલી લોક સભા મતવિસ્તારના સૌ પ્રથમ સાંસદ હતા. ૨૦૧૯ના છેલ્લી સામાન્ય ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પરભુભાઈ વસાવા આ બેઠકનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યા છે.

વિધાનસભા ક્ષેત્ર[ફેરફાર કરો]

વર્ષ ૨૦૧૯ પ્રમાણે, બારડોલી લોકસભા મતવિસ્તારમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.[૧]

બેઠક ક્રમાંક નામ આરક્ષિત? જિલ્લો
૧૫૬ માંગરોળ ST સુરત
૧૫૭ માંડવી
૧૫૮ કામરેજ ના
૧૬૯ બારડોલી SC
૧૭૦ મહુઆ ST
૧૭૧ વ્યારા તાપી
૧૭૨ નિઝર

સંસદ સભ્યો[ફેરફાર કરો]

ચૂંટણી સંસદ સભ્ય પક્ષ
૨૦૦૯ તુષાર ચૌધરી કોંગ્રેસ
૨૦૧૪ પરભુભાઈ વસાવા ભાજપ
૨૦૧૯

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. પૃષ્ઠ 148.