લખાણ પર જાઓ

માયાદેવી (ડાંગ જિલ્લો)

વિકિપીડિયામાંથી
માયાદેવી, પૂર્ણા નદી, ડાંગ જિલ્લો

ભેંસકાતરી ગામથી નજીકમાં દક્ષિણ દિશામાં કાકરદા નામનું એક નાનકડું ગામ પૂર્ણા નદીના ઉત્તર તટ પર આવેલ છે. અહીં પૂર્ણા નદીના ખડકોમાં ૨મણીય માયાદેવીનું ગુફા-મંદિર આવેલ છે, જ્યાં પાણીના વહેણમાંથી પસાર થઈ જઈ શકાય છે. આ સ્થળ ધાર્મિક રીતે ૫ણ સ્થાનિક લોકોમાં ધણું જ મહત્વ ધરાવે છે. અહીં પૂર્ણા નદીમાં ૫થ્થ૨ની બનેલી કુદ૨તી નહેર (કેનાલ)માંથી ૫સા૨ થાય છે, જે જોવાલાયક છે. ઉ૫૨વાસથી જોતાં એમ લાગે છે કે નદી સીધી નહેરમાં જાય છે. આ સ્થળ વ્યારાથી આહવા જતા રાજ્ય ધોરી માર્ગ ઉ૫૨ આવેલ ભેંસકાતરીથી આશરે ૩ કિલોમીટરના અંતરે આવેલ છે.[]

આ સ્થળ નજીક રામેશ્વર મહાદેવ નામનું શિવમંદિર અને તેની સાથે હનુમાન મંદિર છે. મંદિર આગળ બગીચો તથા બાળકો માટે હીંચકા, લપસણી વગેરે છે. માયાદેવીની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેનો ઈતિહાસ દર્શાવતું બોર્ડ અહીં મંદિર ખાતે વાંચી શકાય છે.

અહીં મંદિરની પાછળ પૂર્ણા નદી, તેના પર બાંધેલો ચેકડેમ અને તેમાંથી ધોધરૂપે ખીણમાં પડતું પાણી જોવા મળે છે. અહીં ચેકડેમ પરથી છલકાઈને ખડકો પર પડતું પાણી જે પ્રવાહ પેદા કરે છે, તે જોવાલાયક છે. ધસમસતું આ પાણી ખીણમાં ધોધરૂપે પડીને આગળ વહે અને ત્યાંથી થોડાં પગથિયાં ઉતરી ખીણ આગળ જવાય છે. ખીણની એક ધારે ભગવા કલરની એક નાની દેરી છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, હિમાલયની પુત્રી દેવી, રાક્ષસ પાછળ પડતાં, અહીં પૂર્ણા નદીના ખડકોમાં સંતાઈ ગઈ હતી. માબાપે તેને શોધીને શિવજી સાથે પરણાવી અને રાક્ષસને માયા છોડવા જણાવ્યું. આથી આ સ્થળ માયાદેવી કહેવાય છે.[]

વરસાદની ઋતુમાં અને પછી પણ નવેમ્બર મહિના સુધી નદીમાં પાણી હોય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ડાંગ જીલ્લા પંચાયત. "માયાદેવી (ભેંસકાત્રી)". મેળવેલ ૨૦૧૭-૦૬-૨૧.
  2. ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ. "માયાદેવી મંદિર અને ધોધ". મેળવેલ ૨૦૧૭-૦૬-૨૧.