ડોન
ડોન | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
તાલુકો | આહવા |
વસ્તી | ૧,૫૦૯[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 1,000 metres (3,300 ft) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | નાગલી, અડદ, વરાઇ |
મુખ્ય બોલી | કુકણા બોલી |
ડોન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ અને હવા ખાવાનું સ્થળ તેમજ પર્યટન મથક છે. ડોન સાપુતારાની નજીક આવેલું છે. ડોન ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]ડોન ગામ ડાંગના જંગલ વિસ્તારના ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટમાં લગભગ ૧,૦૦૦ મીટરની ઉંચાઇએ આવેલું છે, જે નજીકમાં આવેલા સાપુતારા કરતાં વધુ ઊંચાઈએ છે. તે આહવાથી ૩૩ કિમી અને સાપુતારાથી ૫૫ કિમીના અંતરે આવેલું છે. પહેલાં સાપુતારાથી તે ૮૫ કિમીના અંતરે હતું, પરંતુ ૨૦૧૩માં નવો માર્ગ બનતા આ અંતર ઘટી ગયું છે.[૨]
પર્યટન
[ફેરફાર કરો]સમગ્ર વર્ષ દરમિયાન ગામનું હવામાન આરામદાયક તાપમાન ધરાવે છે. આ પર્યટન સ્થળ સમૃદ્ધ જૈવિક સંપત્તિ ધરાવે છે. ગામમાં લગભગ ૧૨૦૦ જેટલી આદિવાસીઓની વસતી છે, જે સમૃદ્ધ ડાંગી સંસ્કૃતિ સાચવી રહ્યા છે. અહીં દ્રોણાચાર્યના નામથી જાણીતી ટેકરી આવેલી છે. ગામમાં પ્રવેશતા પહેલાં જળધોધ અને ગુફાઓ પાંડવા ગામ નજીક આવેલ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Don Village Population, Caste - The Dangs The Dangs, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-11-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૭.
- ↑ Thomas, Melvyn Reggie (૧૫ જુલાઇ ૨૦૧૩). "Rise of a new don in south Gujarat". The Times of India. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૬.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |