વનસ્પતિ ઉદ્યાન, વઘઇ

વિકિપીડિયામાંથી
વનસ્પતિ ઉદ્યાન ખાતે મુકાયેલ જૂનું બોઇલર

વનસ્પતિ ઉદ્યાન, વઘઇભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ એક વનસ્પતિ ઉદ્યાન છે. આ ઉદ્યાન ગુજરાત રાજ્ય વન-વિભાગના સંચાલન હેઠળ છે. આ ઉદ્યાન વઘઇ-સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર વઘઇથી ૧ કિલોમીટર જેટલા અંતરે આવેલો છે. આ ઉદ્યાન ૨૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેને ૯ જેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. અહિં ૧૦૨૮ જાતની વનસ્પતિઓ જોવા મળે છે[૧]. આ પૈકી ઔષધિ વિભાગ, ગ્રીન હાઉસ, આર્કટિક હાઉસ, બામ્બુ પ્લોટ, મ્યુઝિયમ, વગેરે મુખ્ય છે.

સાપુતારા તરફ જતા સહેલાણીઓની ભીડ અહીં કાયમ જોવા મળે છે. અહીંથી માત્ર બે કિલોમીટર જેટલા અંતરે અંબિકા નદી પર ગિરા ધોધ આવેલો છે. આ ઉપરાંત વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનનું પ્રવેશદ્વાર પણ અહીંથી વાંસદા તરફના ધોરી માર્ગ પર આશરે ૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Botonical Garden Waghai". મેળવેલ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]