ચમારડી (તા. બાબરા)
ચમારડી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°50′32″N 71°13′54″E / 21.842114°N 71.231575°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | બાબરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, |
ચમારડી (તા. બાબરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલું એક ગામ છે. ચમારડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]એમ કહેવાય છે કે, આ સ્થળથી ૩ કિલોમીટર દૂર સોમાડી નામે એક ગામ હતું. જે પુરપ્રકોપથી નષ્ટ થયા પછી હાલના સ્થળે આ નવું ગામ વસ્યું. આ ગામમાં ભગવાન લેરનાથનુ મંદિર છે. આ ગામ આશરે ૪૦૦ વર્ષ પહેલા લેરનાથદાદાએ વસાવ્યું હતું એમ મનાય છે. [સંદર્ભ આપો]
ભૂગોળ
[ફેરફાર કરો]ચમારડી ગામ સમુદ્રની સપાટીથી લગભગ ૧૬૧ મીટરની ઉંચાઇ પર વસેલું છે.
ચમારડી ગામ તેના મુખ્ય શહેર તાલુકા બાબરા થી ૭.૮ કિમી, જિલ્લાના મુખ્ય શહેર અમરેલી થી ૨૮.૨ કિમી, અને રાજ્યના મુખ્ય શહેર ગાંધીનગર થી ૨૧૦ કિમી ના અંતરે આવેલુ છે. આ ગામથી નજીકના અંતરે આવેલા ગામડાઓમાં વલારડી (૩.૧ કિમી), ચરખા (૪.૨ કિમી), ઘુઘરાળા (૫.૮ કિમી), વાવડી (૫.૮ કિમી), લુણકી (૬.૪ કિ.મી.) વગેરે નો સમાવેશ થાય છે. નજીકના શહેરોમાં લાઠી (૨૨.૨ કિમી), લીલીયા (૩૭.૯ કિમી) વગેરે નો સમાવેશ થાય છે.
શિક્ષણ
[ફેરફાર કરો]ગામમાં નીચે પ્રમાણેની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.
- ચમારડી પ્લોટ પ્રાથમિક શાળા
- સ્વ. પારેખ કન્યા શાળા
- ચમારડી પે સેંટર શાળા
- જનતા વિદાાલય
બાબરા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |