લખાણ પર જાઓ

બાબરા

વિકિપીડિયામાંથી
બાબરા
—  નગર  —
બાબરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°50′45″N 71°18′27″E / 21.845866°N 71.307543°E / 21.845866; 71.307543
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો બાબરા તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો માર્કેટ યાર્ડ, જીનીંગ મિલ
મુખ્ય ખેતપેદાશો કપાસ, મગફળી, જીરુ
કોડ
  • • ફોન કોડ • +૦૨૭૯૧
    વાહન • જીજે - ૧૪

બાબરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું વહીવટી મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બાબરા અર્જુનના પુત્ર બભ્રુવાહનની રાજધાની હોવાનું કહેવાય છે. બભ્રુવાહનનો કુંડ અહીં આવેલો છે અને કાળુભાર નદીનું ઉદ્‌ગમ સ્થાન અહીંથી છે. બ્રિટિશ શાસન સમયે બાબરા કાઠિયાવાડ એજન્સીનું થાણું હતું. બાબરા પર વાળા કાઠીઓ શાસન કરતા હતાં. []

લોકવાયકા પ્રમાણે બાબરાની ફરતા ૧૨ (બાર) ટીંબા હતા, જે ભાંગીને બાબરા ગામ બનેલ છે.[સંદર્ભ આપો]

૨૦૧૧ની વસતી ગણતરી મુજબ બાબરા નગરપાલિકાની વસતી ૨૫,૨૭૦ વ્યક્તિઓની છે જેમાં ૧૩,૨૦૮ પુરુષો અને ૧૨,૦૬૨ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

૦ થી ૬ વર્ષની વયના બાળકોની વસતી ૧૨.૫૦% છે. વસતીમાં લિંગ દર ૯૧૩ છે, જે રાજ્યના સરેરાશ ૯૧૯ કરતાં નીચો છે. ગુજરાતના બાળકોના દર ૮૯૦ની સામે બાબરાનો દર ૮૪૭ છે. બાબરાનો સાક્ષરતા દર ૭૬.૭૨% છે જે રાજ્યના સરેરાશ ૭૮.૦૩% કરતાં નીચો છે. પુરુષોમાં સાક્ષરતા દર ૮૨.૨૧% જ્યારે સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૭૦.૭૭% છે.

બાબરા નગરનો વહીવટ નગરપાલિકા કરે છે. નગરને ૭ વિભાગો (વોર્ડ)માં વહેંચવામાં આવ્યું છે જેમાં દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે. નગરપાલિકામાં ૫,૦૨૨ ઘરોનો સમાવેશ થાય છે, જેને મૂળભૂત સુવિધાઓ નગરપાલિકા દ્વારા પૂરી પડાય છે.[]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

નીલકંઠ મહાદેવ મંદિર, બભ્રુવાહનનો કુંડ અથવા પાંચ કુંડ, મેલડી માતાનું મંદિર, બાલમુકુંદ લાલજીની હવેલી, તાપડિયા આશ્રમ, ભુરખીયા હનુમાન મંદિર, વગેરે જોવાલાયક સ્થળો છે. અહીં આવેલો ટીંબો રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-6‌) ઘોષિત કરવામાં આવેલો છે.

પરિવહન

[ફેરફાર કરો]

રાજકોટ હવાઇમથક અને અમરેલી રેલ્વે સ્ટેશન બાબરાની નજીકના હવાઇમથક અને રેલ્વે સ્ટેશન છે. બાબરા ચિતલ અને લાઠી રેલ્વે સ્ટેશનથી ૧૦ માઇલના અંતરે આવેલું છે અને તે ઢસા રેલ્વે સ્ટેશનથી આશરે ૧૫ માઇલના અંતરે છે. તે રાજકોટ-ભાવનગર વચ્ચેના મુખ્ય માર્ગ પર આવેલું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૨.
  2. http://www.census2011.co.in/data/town/802539-babra-gujarat.html

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૨.