કમલેશ્વર બંધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કમલેશ્વર બંધ
Reservoir of the Kamleshwar Dam.jpg
કમલેશ્વર બંધનું તળાવ
કમલેશ્વર બંધ is located in ગુજરાત
કમલેશ્વર બંધ
કમલેશ્વર બંધનું ગુજરાતમાં સ્થાન
અધિકૃત નામહીરણ-૧ બંધ[૧]
દેશભારત
સ્થળવિસાવદર
અક્ષાંશ-રેખાંશ21°11′54″N 70°39′44″E / 21.19833°N 70.66222°E / 21.19833; 70.66222
સ્થિતિસક્રિય
ઉદ્ઘાટન તારીખ૧૯૫૯
બંધ અને સ્પિલવે
ઊંચાઇ25 m (82 ft)
લંબાઈ1,304 m (4,278 ft)
બંધ ક્ષમતા447,000 m3 (584,654 cu yd)
સ્પિલવે ક્ષમતા1,034 m (3,392 ft)
સરોવર
કુલ ક્ષમતા38,580,000 m3 (31,277 acre⋅ft)
સક્રિય ક્ષમતા35,020,000 m3 (28,391 acre⋅ft)
સપાટી વિસ્તાર8 km2 (3 sq mi)
કમલેશ્વર બંધનું એક દૃશ્ય

કમલેશ્વર બંધ ગીરનાં જંગલમાં આવેલો છે. આ બંધ તાલાલા શહેર સાથે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલનાં વન્યપ્રાણીઓ માટે પીવાનાં પાણીનો એકમાત્ર સ્રોત છે. આ બંધ હીરણ નદી પર બાંધવામાં આવ્યો છે.[૨] સાસણ ગીર ગામમાં વનખાતાના કાર્યાલયની બાજુમાં મગર-ઉછેર કેન્દ્ર ચાલે છે, એમાં ઉછેરવામાં આવેલી મગરો અમુક વયની થાય ત્યારે આ ડેમમાં છોડવામાં આવે છે.[૩] આ બંધ ખાતેથી બાંધવામાં આવેલ નહેર મારફત તાલાલા, ઘુંસીયા, ગલીયાવડ, પીપળવા, બોરવાવ, વીરપુર, ગુંદરણ, ધ્રામણવા ગામને ખેતી માટે પાણી આપી શકાય છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાનાં ગુણપર, સોનારીયા, કાજલી વગેરે ગામોને પણ આ નહેરનું પાણી પંહોચાડી શકાય છે[૪].

વન-અવલોકન સ્થળ[ફેરફાર કરો]

કમલેશ્વર બંધ પર વનખાતા દ્વારા એક વોચ-ટાવર બનાવીને આ જગ્યાએ વન-અવલોકન સ્થળ બનાવવામાં આવ્યું છે.

કમલેશ્વર મહાદેવ[ફેરફાર કરો]

એક સમયે આ બંધની પાસે કમલેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર હતું અને એ મંદિરના નામ પરથી આ બંધનું નામ કમલેશ્વર બંધ રાખવામાં આવ્યુ છે. ૧૯૯૦ના દાયકા સુધી આ મંદિરની પાસે પર્યાવરણ શિક્ષણ શિબીરોનું નિયમિત આયોજન કરવામાં આવતું હતું. મંદિરની મુલાકાત જ્યારથી સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવી, ત્યારથી આ શિબિરનું સ્થળ પણ બંધ કરી દેવામાં આવ્યુ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "હિરણ-૧ જળાશય યોજના | બંધો અને નહેરો | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "India: National Register of Large Dams 2009" (PDF). Central Water Commission. મૂળ (PDF) માંથી 2018-02-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૧.
  3. "કમલેશ્વર બંધ". Gir Destination. મૂળ માંથી 2012-04-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧.
  4. "કમલેશ્વર ડેમમાંથી ૧૪ ગામોને પાણી અપાશે". Bhaskar News, Talala (સમાચાર સંગ્રહ-ગીર એશિયાટિક લાયન દ્વારા). ૨૪/૦૨/૨૦૧૨). મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]