વાટી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાટી
—  ગામ  —
વાટીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા

વાટી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું છેવાડાનું, તેમ જ અંબિકા નદી તથા તેની ઉપનદી ખાપરી નદીના કિનારાઓની વચ્ચે આવેલું ગામ છે. આ ગામના પશ્ચિમ છેવાડે અંબિકા અને ખાપરી નદીનો સંગમ થાય છે. વાટી ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, તુવર તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.

આ ગામ ગાઢ જંગલ તેમ જ ડુંગરોની વચ્ચે આવેલું છે. અહીંના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.