લખાણ પર જાઓ

જાનકી વન

વિકિપીડિયામાંથી
જાનકી વન પ્રવેશદ્વાર

જાનકી વનભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે.

આ વનનું સંચાલન ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વન પર્યાવરણ-સુરક્ષા, વન્ય સમૃધ્ધિનું જતન-સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ-ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન દ્વારા ૬૬માં રાજય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે[૧] ૧પ.૬૬ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા રાજયના ૧૨મા સાંસ્કૃતિક વન તરીકે જાનકી વનનું લોક-સમર્પણ બીજી ઓગસ્ટ,૨૦૧૫ના દિવસે કરવામાં આવ્યું હતું. આ વન ચીખલી-સાપુતારા રાજય ધોરી માર્ગ પર ઉનાઇ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર, આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા પણ આવેલ છે.[૨][૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Photo Gallery | Principal Chief Conservator of Forest & Head of the Forest Force (HoFF)". forests.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "15 હેકટરનું અદભૂત જાનકીવન પ્રજાને સમર્પિત". દિવ્ય ભાસ્કર. ૩ ઓગસ્ટ ૨૦૧૫. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૭.
  3. "નવસારી | નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ખાતે રાજયનું 12મું ઐતિહાસિક". દિવ્ય ભાસ્કર. ૧૮ ઓગસ્ટ ૨૦૧૫. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 20°48′N 73°20′E / 20.80°N 73.34°E / 20.80; 73.34