ચઢાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચઢાવ
—  ગામ  —

ચઢાવનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી ગામિત, ધોડીયા


ચઢાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. ચઢાવ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. અંહીના લોકો ગામિત બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.


ચઢાવ ગામ વાપી-શામળાજી રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ ઉપર ઉનાઇ અને વાંસદા વચ્ચે, કોસખાડી નદીને કિનારે આવેલું છે. અહીંથી ઉનાઇનું અંતર ૨ કિમી તેમ જ તાલુકામથક વાંસદાનું અંતર ૧૧ કિમી જેટલું થાય છે. આ ગામની આસપાસ ચરવી, ઉનાઇ, બારતાડ, સિણધઇ, કોસ, પાલગભાણ અને ભિનાર ગામ આવેલાં છે.