લખાણ પર જાઓ

સુરેશભાઈ મહેતા

વિકિપીડિયામાંથી
સુરેશ મહેતા
ગુજરાતના ૧૧મા મુખ્યમંત્રી
પદ પર
૨૧ ઓક્ટોબર ૧૯૯૫ – ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
પુરોગામીકેશુભાઈ પટેલ
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
અંગત વિગતો
જન્મ
સુરેશચંદ્ર મહેતા

(1936-08-05) 5 August 1936 (ઉંમર 88)
માંડવી, કચ્છ રજવાડું, બ્રિટીશ ભારત
(વર્તમાન ગુજરાત, ભારત)
રાજકીય પક્ષભારતીય જનસંઘ
ભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૦૭)
ગુજરાત પરિવર્તન પાર્ટી (૨૦૧૨–૨૦૧૪)

સુરેશભાઈ મહેતા એ એક ભારતીય રાજકારણી અને ગુજરાત રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી (૧૯૯૫-૧૯૯૬) છે.

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય હતા. તેઓ માંડવી (કચ્છ) વિધાનસભા બેઠક પરથી ૧૯૭૫ (જનસંઘમાંથી), ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૫ અને ૧૯૯૮માં ચૂંટાયા હતા. ૨૦૦૨માં તેમણે બેઠક ગુમાવી હતી.

કેશુભાઈ પટેલ ૧૯૯૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા અને માર્ચમાં મુખ્યમંત્રી બન્યા. તેમણે કેશુભાઇ પટેલ હેઠળ મંત્રી તરીકે સેવા આપી હતી. પટેલે ઓક્ટોબર ૧૯૯૯૫માં રાજીનામું આપ્યું કારણ કે તેમના સાથી શંકરસિંહ વાઘેલાએ તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો. તેથી સુરેશ મહેતાએ ઓક્ટોબર ૧૯૯૫માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને સપ્ટેમ્બર ૧૯૯૬ સુધી સેવા આપી. પરંતુ ભાજપનું રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં શંકરસિંહ વાઘેલા દ્વારા વિભાજન થતા તેમણે રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું. ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર પાછો ફર્યો ત્યારે તેમણે ફરીથી પટેલ હેઠળ ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી. ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ પછી ૨૦૦૧માં ઉપ-ચુંટણીઓમાં ભાજપની બેઠકો ગુમાવવાના આરોપો અને રાહતના વિવાદમાં ગેરફાયદાના આરોપો બાદ પટેલે રાજીનામું આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ પટેલનું સમર્થન કર્યું જેના હેઠળ મહેતાએ પ્રધાન તરીકે સેવા આપવાનો વિરોધ કર્યો પરંતુ ૨૦૦૨ સુધી મંત્રી પદ પર રહ્યા હતા.[]

તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો વિરોધ કર્યો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૦૭ પહેલાં, ૮ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.[] અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા સ્થપાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી (જી.પી.પી.)માં જોડાયા.[] ફેબ્રુઆરી, ૨૦૧૪માં જી.પી.પી. ફરીથી બીજેપી સાથે જોડાતા તેમણે વિરોધ કર્યો અને પક્ષમાંથી રાજીનામું આપ્યું.[][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "I won't join his ministry, says Suresh Mehta". The Times of India. 2001-10-03. Archived from the original on 2014-01-06. Retrieved 2014-01-05. સંગ્રહિત ૨૦૧૪-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન
  2. "Suresh Mehta quits BJP". The Hindu. 2007-12-09. Archived from the original on 2007-12-10. Retrieved 2014-01-05. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન
  3. "Keshubhai may step down as GPP chief". The Pioneer (in અંગ્રેજી). Retrieved 2018-03-21.
  4. "Gujarat Parivartan Party merges with BJP". Niticentral. Archived from the original on 2014-03-06.
  5. "Keshubhai Patel's Gujarat Parivartan Party merges with BJP". Jagran.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]