લખાણ પર જાઓ

રાષ્ટ્રીય જનતા પાર્ટી

વિકિપીડિયામાંથી
રાષ્ટ્રીય જનતા પાર્ટી
Leaderશંકરસિંહ વાઘેલા
Presidentશંકરસિંહ વાઘેલા
Chairpersonદિલીપ પરીખ
Founderશંકરસિંહ વાઘેલા
Founded૧૯૯૫
Dissolved૧૯૯૭
ECI Statusસ્થાનિક પક્ષ

રાષ્ટ્રીય જનતા પાર્ટી ગુજરાત, ભારતનો એક રાજનૈતિક પક્ષ હતો. તે ભારતીય જનતા પક્ષથી છુટું પડેલ એક વિભાજક જૂથ હતું. આ પક્ષ શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની આગેવાની હેઠળ સ્થપાયો હતો. તે પક્ષ અને તેના નેતાઓ પાછળથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલિન થયા હતા.[][][]

૧૯૯૫ માં, ભાજપે ૧૮૨ સભ્યોની વિધાનસભામાંથી ૧૨૧ વિધાનસભ્યોની બહુમતી પ્રાપ્ત કરી હતી, તેમણે શંકરસિંહ વાઘેલાને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતાં. કહેવાય છે કે નરેન્દ્ર મોદીએ વાઘેલા કરતાં કેશુભાઈ પટેલની પસંદગી પર ભાર મુક્યો હતો અને આવનારી ઘટનાઓ માટે જવાબદાર હતા. જો કે, ભાજપના નેતૃત્વએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે સ્થાપિત કર્યા હતા ત્યાર બાદ વાઘેલાનું સમર્થન ધીરે ધીરે ઓછું થતું ગયું.

સપ્ટેમ્બર ૧૯૯૫ માં, વાઘેલાએ ૪૭ ધારાસભ્યોના ટેકા સાથે ભાજપના નેતાગીરી સામે બળવો કર્યો હતો.[] મે ૧૯૯૬ની લોક સભાની ચૂંટણીમાં વાઘેલાએ ગોધરા બેઠક ગુમાવી, અને ટૂંક સમયમાં જ સુરેશભાઈ મહેતાની સરકારને પાડી અને તેમના ટેકેદારો સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીને છોડી દીધી. તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી નામની પોતાની પાર્ટી શરૂ કરી અને ઓક્ટોબર ૧૯૯૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ટેકા સાથે મુખ્ય પ્રધાન બન્યા.

તેમણે ૧૯૯૭ ની શરૂઆતમાં રાધનપુર બેઠક પરથી ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણી જીતી હતી. પરંતુ છેવટે તેમણે ઓક્ટોબર ૧૯૯૭માં ગુજરાતમાં ચાલુ રાજકીય અસ્થિરતા દરમિયાન મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું અને તેમના સાથી બળવાખોર ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય દિલીપ પરીખ વાઘેલાના અનિચ્છા આશીર્વાદ સાથે મુખ્યમંત્રી બન્યા હતા. પરીખની સરકાર પણ લાંબા સમય સુધી ચાલતી નહીં અને ૧૯૯૮માં ગુજરાત વિધાનસભા માટે નવી ચૂંટણીઓની ઘોષણા થઈ. વાઘેલા આ ચૂંટણી લડ્યા નહીં. તેમણે તેમના નવા પક્ષને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલિન કરી દીધો.[][][][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Rashtriya Janata Party | Gujarat Vidhansabha" (અંગ્રેજીમાં). મેળવેલ 2019-01-22. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. MAHURKAR, UDAY. "BJP bounces back in Gujarat after giving RJP and Congress a drubbing". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-01-22. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. "From Jal Khambata". www.angelfire.com. મેળવેલ 2019-01-22. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. Nag, Kingshuk (2013). The NaMo Story - A Political Life. Roli Books. pp. 62–65. ISBN 978-8174369383.
  5. "Election Commission of India". Election Commission of India (Indian Englishમાં). મેળવેલ 2019-01-22. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  6. Gaikwad, Rahi (2014-06-05). "Vaghela recalls the miles he journeyed with Modi". The Hindu (Indian Englishમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-01-22. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  7. "5 things Narendra Modi's friend turned foe Shankersinh Vaghela said about the Prime Minister designate at the Gujarat Assembly special session". dna (અંગ્રેજીમાં). 2014-05-21. મેળવેલ 2019-01-22. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  8. "Modi vs Keshubhai vs Vaghela: The RSS connection". NDTV.com. મેળવેલ 2019-01-22. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)