ભારતીય જનસંઘ
અખિલ ભારતીય જન સંઘ | |
---|---|
Founder | શ્યામા પ્રસાદ મુખર્જી |
Founded | ૨૧ ઑક્ટોબર ૧૯૫૧ |
Dissolved | ૧૯૭૭ |
Ideology | હિંદુ રાષ્ટ્રવાદ[૧] હિંદુત્વ[૨] એકાત્મ માનવવાદ[૩] આર્થિક રાષ્ટ્રવાદ[૪] |
Colours | (કેસરી) |
Election symbol | |
'ભારતીય જન સંઘ (સંક્ષેપ: BJS), અથવા જનસંઘ એ ભારતીય જમણેરી રાજનૈતિક પક્ષ હતો જે ૧૯૫૧ થી ૧૯૭૭ સુધી અસ્તિત્વમાં હતો. આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (હિંદુ રાષ્ટ્રવાદી સ્વયંસેવી સંગઠન - આર.એસ.એસ.) નામની સ્વૈચ્છીક સંસ્થાની રાજનૈતિક શાખા હતી.[૫] ઈ.સ. ૧૯૭૭માં ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) વિરૂદ્ધ જમણેરી, ડાબેરી, મધ્યમાર્ગી પક્ષો એકત્રીત થયા અને જનતા પાર્ટી નામનો રાજનૈતિક પક્ષ સ્થાપ્યો. ભારતીય જનસંઘ પણ આ પક્ષમાં વિલિન થયો. ૧૯૮૦માં જનતા પાર્ટીનું વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટી નામે નવો પક્ષ રચાયો.
ઉદ્ભવ
[ફેરફાર કરો]મહાત્મા ગાંધીની હત્યા બાદ ૧૯૪૮માં આર.એસ.એસ. પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ૧૯૪૯માં ઉઠાવી લેવાયો.[૬] પોતાના પક્ષની વિચારધારાનો વધુ ફેલાવો કરવા, આર. એસ.એસ.ના સભ્યોએ રાજનૈતિક શાખા શરૂ કરવાનો વિચાર કર્યો. તેના ફળ સ્વરૂપે શ્યામા પ્રસાદ મુખર્જીએ ઈ.સ. ૧૯૫૧માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે દિલ્હીમાં ભારતીય જન સંઘની સ્થાપના કરી. [૭] તેનો ઊદ્દેશ કોંગ્રેસને સ્થાને એક અન્ય રાષ્ટ્રવાદી વિકલ્પ પુરો પાડવાનો હતો.[૮] શ્યામા પ્રસાદમુખર્જીના મૃત્યુ પછી આર.એસ.એસ. ના કાર્યકરોએ આગળ વધી જનસંઘને આર. એસ. એસનો રાજનૈતિક શાખા બનાવી. આ સંસ્થા આર. એસ.એસ.ની સહિયારી સંસ્થાના પરિવાર (સંઘ પરિવાર) નો એક અભિન્ન અંગ બની ગઈ.[૯]
તેલનો દીવો એ આ પક્ષનું ચુંટણી ચિન્હ હતું અને તેની વિચારધારા હિંદુત્વ કેન્દ્રીત હતી. ૧૯૫૨ની ચૂંટણીમાં જન સંઘને ૩ સીટ મળી. શ્યામા પ્રસાદ મુખર્જી તેમાંના એક હતા. જનસંઘ પ્રાયઃ ચક્રવર્તી રાજગોપાલાચારી ની સ્વતંત્રતા પાર્ટીની સાથે ચર્ચા અને વાદવિવાદમાં જોડાતી. આ પાર્ટીનું સૌથી સારું પરિણામ ૧૯૬૭ની ચુંટણીમાં આવ્યું, તે સમયે કોંગ્રેસની બહુમતી સૌથી અલ્પ હતી.
વિચારધારા
[ફેરફાર કરો]જનસંઘની વિચારધારા આર.એસ.એસ.ની વિચારધારાની નજીક હતી અને તેમના ઉમેદવારો મોટે ભાગે આર.એસ.એસ.ના પદાધિકારીઓ રહેતા.
જવાહરલાલ નેહરુની સમાજવાદ તરફની વિચાર ધારાના વિરોધીઓ અને આર્થિક રીતે રૂઢિચુસ્ત મત ધરાવતા ઘણાં કોંગ્રેસી નેતાઓ પણ જનસંઘ તરફ આકર્ષાયા. જનસંઘ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ બિહાર અને ઉત્તર પ્રદેશ ક્ષેત્રમાં પ્રબળ હતું
જનસંઘ પાકિસ્તાન અને ચીન સામે કડક વલણનું હિમાયતી હતું. તે યુ.એસ.એસ. આર. અને સમાજવાદનો પણ વિરોધી હતો. ૧૯૬૦માં જનસંઘના ઘણા નેતાઓએ ભારતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાવવાની મોહીમ ચલાવી હતી.
૧૯૭૫ની કટોકટી
[ફેરફાર કરો]ઈ.સ. ૧૯૭૫માં ઈન્દિરા ગાંધી એ કટોકટી જાહેર કરી અને જનસંઘ સહિત મોટાભાગના વિરોધપક્ષના નેતાઓને જેલમાં નાખ્યા. ૧૯૭૭માં કટોકટી હટાવાઈ અને ચૂંટણી યોજાઈ. આ ચુંટણીમાં જનસંઘે ભારતીય લોક દલ, કોંગ્રેસ (ઓ), સોશિયાલીસ્ટ પાર્ટી આદિને ભેગા કરી જનતા પાર્ટી નામનો પક્ષ રચ્યો અને ચુંટણી જીતી, અને ભારતની સૌ પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર બનાવી. તે સરકારમાં નેતા અટલ બિહારી વાજપેયી અને એલ.કે અડવાણી તે સમયે વિદેશ મંત્રી અને માહિતી અને સૂચના મંત્રી બન્યા હતા.
પ્રમુખોની યાદી
[ફેરફાર કરો]- શ્યામા પ્રસાદ મુખર્જી (૧૯૫૧–૫૨)
- મૌલી ચંદ્ર શર્મા (૧૯૫૪)
- પ્રેમનાથ ડોગરા (૧૯૫૫)
- આચાર્ય ડી. પી. ઘોષ (૧૯૫૬–૫૯)
- પીતાંબર દાસ (૧૯૬૦)
- અવસરાલા રામારાવ (૧૯૬૧)
- આચાર્ય ડી. પી. ઘોષ (૧૯૬૨)
- રઘુ વીરા (૧૯૬૩)
- આચાર્ય ડી. પી. ઘોષ (૧૯૬૪)
- બચ્છરાજ વ્યાસ (૧૯૬૫)
- બલરાજ માધોક (૧૯૬૬)
- દીન દયાલ ઉપાધ્યાય (૧૯૬૭–૬૮)
- અટલ બિહારી વાજપેયી (૧૯૬૮–૭૨)
- લાલકૃષ્ણ અડવાણી (૧૯૭૩–૭૭)
ચૂંટણી
[ફેરફાર કરો]ભારતીય જનસંઘની સ્થાપના ૧૯૫૧માં થઈ. ત્યાર બાદ પ્રથમ ચુંટણી ૧૯૫૧-૫૨માં હતી. તે ચુંટણીમાં તેમને ત્રણ સીટ મળી. હિંદુ મહાસભા ને ચાર સીટ અને રામરાજ્ય પરિષદને ૩ સીટ મળી. શ્યામા પ્રસાદ મુખર્જી અને દુર્ગા પ્રસાદ બેનર્જી બંગાળમાંથી ચુંટાઈ આવ્યા અને બેરિસ્ટર ઉમાશંકર મુળજીભાઈ ત્રિવેદી રાજસ્થાનના ચિત્તોડમાંથી ચુંટાયા. સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓએ સંસદમાં શ્યામા પ્રસાદ મુખર્જીના નેજા હેઠળ એક સંઘ બનાવ્યો.[૧૦]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Graham, Bruce D. "The Jana Sangh as a Hindu Nationalist Rally". Hindu Nationalism and Indian Politics. Cambridge University Press. પૃષ્ઠ 94.
- ↑ Thachil, Tariq (2014). Elite Parties, Poor Voters. Cambridge University Press. પૃષ્ઠ 42.
- ↑ Kochanek, Stanley (2007). India: Government and Politics in a Developing Nation. Cengage Learning. પૃષ્ઠ 333.
- ↑ Marty, Martin E. (1996). Fundamentalisms and the State. University of Chicago Press. પૃષ્ઠ 418.
- ↑ Gurumurthy, S (16 October 2013). "Lifting of the ban on the RSS was unconditional". The Hindu. મેળવેલ 29 January 2018.
- ↑ "Written constitution was indeed a pre-condition".
- ↑ "FOUNDING OF JAN SANGH". મૂળ માંથી 2017-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-31.
- ↑ Sharad Gupta; Sanjiv Sinha (18 January 2000). "Revive Jan Sangh -- BJP hardlines". The Indian Express. મૂળ માંથી 12 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 11 October 2013. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Kanungo, Pralaya (November 2006), "Myth of the Monolith: The RSS Wrestles to Discipline Its Political Progeny", Social Scientist 34 (11/12)
- ↑ Archis Mohan (9 October 2014). "The roots of India's second republic". Business Standard. મેળવેલ 2014-11-08.