ભાગવત વિદ્યાપીઠ

વિકિપીડિયામાંથી

શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે. જેમાં ભાગવત પુરાણ ને આધારિત મંદિર બનાવવામાં આવ્યુ છે.

જેમ કે,

  • શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંપૂર્ણ શ્રીમદ્ભાગવતના ૧૮,૦૦૦ શ્લોકો આરસના પત્થર પર લિપીબદ્ધ કરવામાં આવ્યા છે.
  • શ્રીમદ્ભાગવતમાં ૧૨ સ્કંધ છે જે મુજબ ભાગવત વિદ્યાપીઠમાં ૧૨ દ્વારો છે.

ભાગવત વિદ્યાપીઠમાં મંદિર ઉપરાંત મુખ્ય ઉદ્દેશ સંસ્કૃતનું શિક્ષણ આપવાનો છે અને અહીં ૫૦૦ વિદ્યાર્થીઓ સંસ્કૃતનો (વેદ, પુરાણ, ઉપનિષદ, જ્યોતિષ, કર્મકાંડ) વગેરેનો અભ્યાસ કરે છે. [સંદર્ભ આપો] આ વિદ્યાપીઠને સાકાર કરનાર ગુજરાતના જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતાં, જેમને પૂજ્ય દાદાજી તરીકે ઓળખવામાં આવતા હતા. હાલમાં તેમના પુત્ર પૂજ્ય શ્રી ભાગવત ઋષી વિદ્યાપીઠનું સંચાલન સંભાળે છે. ભાગવત વિદ્યાપીઠમાં શ્રીકૃષ્ણ ઉપરાંત હનુમાન, મહાદેવનું પણ મંદીર છે.

ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણજન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે. શ્રીકૃષ્ણ ને બત્રિસ ભોગ ધરાવાય છે. શ્રી ભાગવત વિધાપીઠમાં શિક્ષણ, સ્વાસ્થય,અને સંસ્કૃતિની પરંપરા જાળવતી પેટા વિભાગો જેવા કે પ્રાથમિક શાળા, ડી. એમ. વિધાલય, અશોક આઇ.ટી.આઇ., બી.એડ કોલેજ અને સંસ્ક્રુત પાઠશાળા આવેલા છે. સ્વાસ્થયને માટે નિરામય તિર્થમાં આયુર્વેદ, આંખ, કાન, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી જેવા ઉપચાર નિશુલ્ક કરાય છે. અશોક આઇ.ટી.આઇ માં વાયરમેન, ફિટર, રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક, ડિઝલ મિકેનિક, ઇલેકટ્રોનિક્સ મિકેનિક, રેડિયો અને ટી.વી. મિકેનિક અને વેલ્ડર વ્યવસાયની તાલિમ અપાય છે