કર્ણદેવ સોલંકી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કર્ણદેવ સોલંકી
રાજ્યકાળ ઈસ c. ૧૦૬૪ – c. ૧૦૯૪
રાજ્યાભિષેક ઇસ ૧૦૬૪
પૂર્વાધિકારી ભીમદેવ સોલંકી
ઉત્તરાધિકારી સિદ્ધરાજ જયસિંહ
મીનળદેવી
સંતતિ
સિદ્ધરાજ જયસિંહ
પિતા ભીમદેવ સોલંકી
માતા ઉદયમતી
જન્મ ઈસ ?
અવસાન ઇસ ૧૦૯૪

કર્ણદેવ સોલંકી અથવા કર્ણદેવ પહેલો (?-૧૦૯૪) સોલંકી વંશનો રાજા હતો. તે ભીમદેવ અને રાણી ઉદયમતીનો પુત્ર હતો.[૧]

જીવન[ફેરફાર કરો]

કર્ણદેવ સોલંકીના શાસન સમયના મળી આવેલા લખાણો[૨]

ભીમદેવના અવસાન બાદ મોટા પુત્ર ક્ષેમરાજને ગાદી સોંપવામા આવી. પરંતુ, ક્ષેમરાજને રાજકીય ખટપટો પસંદ ન હતી. આથી, તેણે ગાદી સંભાળવાની જવાબદારી કર્ણદેવને સોંપી દીધી અને પોતે દધિસ્થલીમાં સાધુ જીવન વીતાવ્યું હતું. [૩] ઇ.સ. ૧૦૬૪ માં કર્ણદેવનો રાજ્યાભિષેક કરાયો. તેણે કલ્યાણીના રાજા સોમેશ્વર સાથે મિત્રતા બાંધી હતી. તેણે ૧૦૭૫ સુધીમાં તેનું સામ્રાજ્ય ખાસ્સું વિસ્તાર્યું હતું. તેના રાજ્યની સીમાઓ દક્ષિણ દિશામાં કોંકણ અને ઉત્તર દિશામાં નાદુલ સુધી વિસ્તરી હતી. તેના લગ્ન મોટી વયે કાદમ્બના (વર્તમાન કર્ણાટક-ગોવા પ્રદેશના) રાજા જયકેશીની પુત્રી મીનળદેવી સાથે થયા હતા. કર્ણે ઘણા મંદિરો, તળાવો તથા કર્ણાવતી (હાલનું અમદાવાદ) જેવા શહેરો બંધાવ્યા હતાં. કર્ણદેવ શરૂઆતમાં અસાવળ ભીલો સાથે યુધ્ધ કર્યુ હતુ. દુશ્મનાવટ ને કારણે તેણે થોડે દુર ઇ.સ. ૧૦૭૦ માં કર્ણાવતી નગર વસાવ્યું. ઇસ ૧૦૯૪ માં દુશશાલ ચૌહાણે, કર્ણદેવને યુધ્ધમાં હરાવી તેની હત્યા કરી.

કર્ણદેવ પછી તેનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ ગાદી પર આવ્યો હતો.

સાહિત્યમાં[ફેરફાર કરો]

કર્ણદેવ, મીનળદેવી અને સિદ્ધરાજનું ચિત્રણ કનૈયાલાલ મુનશીની લોકપ્રિય નવલકથા પાટણની પ્રભુતામાં કરાયું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ahmedabad A Comprehensive Guide. p. ૧૫. Retrieved ૪ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
  2. Asoke Kumar Majumdar 1956, pp. 498-499.
  3. Asoke Kumar Majumdar 1956, p. 89.

પુસ્તક સૂચિ[ફેરફાર કરો]