મોઢેરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મોઢેરા
—  ગામ  —
સૂર્ય મંદિર, મોઢેરા
સૂર્ય મંદિર, મોઢેરા
મોઢેરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°34′57″N 72°07′50″E / 23.5826361°N 72.1305281°E / 23.5826361; 72.1305281
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૬,૩૭૩[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે[૨], જે ૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી ૧૫ કિમી દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.[૨] સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬માં કરી હતી.[૩][૪][૨]

ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે ૧૬-૧૭મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Modhera Village Population - Becharaji - Mahesana, Gujarat". www.census2011.co.in. Retrieved ૨૨ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Subodh Kapoor (૨૦૦૨). The Indian Encyclopaedia: Meya-National Congress. Cosmo Publications. pp. ૪૮૭૧–૪૮૭૨. ISBN 978-81-7755-273-7. Check date values in: |year= (મદદ)
  3. Hasmukh Dhirajlal Sankalia (૧૯૪૧). The Archaeology of Gujarat: Including Kathiawar. Natwarlal & Company. pp. ૮૪–૯૧. the original માંથી ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |year=, |archive-date= (મદદ)
  4. "Sun-Temple at Modhera (Gujarat)". Retrieved ૯ એપ્રિલ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  5. Jutta Jain-Neubauer (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. p. ૭. ISBN 978-0-391-02284-3. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]