સૂર્યમંદિર, મોઢેરા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સૂર્ય મંદિર, મોઢેરા
વૈકલ્પિક નામ/નામો મોઢેરા સૂર્ય મંદિર
સામાન્ય માહિતી
સ્થિતિ ખંડિત
સ્થાન મોઢેરા, મહેસાણા જિલ્લો, ગુજરાત
દેશ ભારત
સંરક્ષણ હોદ્દો ભારતીય પુરાતત્વ ખાતું, રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ક્રમાંક (N-GJ-158)
સૂર્યમંદિર, મોઢેરા
મંદિરનો નકશો: (ઉપરથી નીચે મુજબ) ગુઢમંડપ; સભામંડપ અને કુંડ
મંદિરનો નકશો: (ઉપરથી નીચે મુજબ) ગુઢમંડપ; સભામંડપ અને કુંડ
સૂર્યમંદિર, મોઢેરા is located in Gujarat
સૂર્યમંદિર, મોઢેરા
સૂર્યમંદિર, મોઢેરા
ગુજરાતમાં સ્થાન
ભૂગોળ
સ્થાન 23°35′1.7″N 72°7′57.67″E / 23.583806°N 72.1326861°E / 23.583806; 72.1326861
સંસ્કૃતિ
મુખ્ય દેવતા સૂર્ય
દિશા પૂર્વાભિમુખ
મંદિરનો કુંડ સૂર્યકુંડ
ગર્ભગૃહ ખંડિત
મહત્વના ઉત્સવો ઉત્તરાર્ધ મહોત્સવ
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીઓ હિંદુ મંદિર સ્થાપત્ય (મારુ-ગુર્જર‌) ‍(સોલંકી‌)
મૂર્તિઓની સંખ્યા
શિલાલેખ હા
ઇતિહાસ અને સંચાલન
બાંધકામ તારીખ ૧૦૨૬-૨૭
નિર્માણકર્તા ભીમદેવ સોલંકી

સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકૂલ છે.[૧] આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જો કે હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી.

ઇતિહાસ[ફેરફાર કરો]

સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણ અનુસાર મોઢેરા નજીકનો વિસ્તાર પ્રાચીન સમયમાં ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી ૧૫ કિમી દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.(સંદર્ભ આપો)

સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬માં કરી હતી.[૨] આ એ સમય હતો જ્યારે સોમનાથ અને આજુ બાજુનો વિસ્તાર મહમદ ગઝનીના આક્રમણ હેઠળ હતો. સોલંકીઓએ જોકે થોડા સમયમાં જ પોતાની સત્તા ફરીથી મજબૂત કરી અને અણહિલવાડ પાટણની મહત્તામાં વધારો થયો.

સોલંકીઓ સૂર્યવંશી ગુર્જર અથવા સૂર્યના વંશજ હતા. મંદિરની સ્થાપના એવી રીતે કરવામાં આવી હતી કે સૂર્યનું પ્રથમ કિરણ સૂર્ય દેવતાની મૂર્તિ પર પડે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Modhera Sun Temple". Retrieved ૯ એપ્રિલ ૨૦૧૬. 
  2. "Sun-Temple at Modhera (Gujarat)". Retrieved ૯ એપ્રિલ ૨૦૧૬. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]