હદીસ

વિકિપીડિયામાંથી

હદીસ (/ hædɪθ / [૧] અથવા / hɑːdiːθ /;[૨] અરબી: حديث હદીથ, બ.વ.અહાદીસ, أحاديث, 'અહાદીસ [૩] અરબી ઉચ્ચાર: [ʔaħadiːθ],"પરંપરાઓ" પણ ) ઇસ્લામમાં ઇસ્લામિક પ્રબોધક કે નબી કે ઇશદૂત મુહમ્મદના શબ્દો, ક્રિયાઓ અને મૌન મંજૂરીનો રેકોર્ડ છે. ઇસ્લામમાં ધાર્મિક કાયદો અને નૈતિક માર્ગદર્શિકાના સ્રોત તરીકે હદીસની સત્તા ફક્ત કુરાન પછી બીજા સ્થાને છે. કુરાનની આયાતો (ઋચાઓ) (જેમ કે ૨૪:૫૪, ૩૩:૨૧) મુસલમાનોને મુહમ્મદનું અનુકરણ કરવા અને તેમના ચુકાદાઓનું પાલન કરવા, હિમાયત માટે શાસ્ત્રોક્ત સત્તા પ્રદાન કરવા આદેશ આપે છે. જ્યારે કુરાનમાં કાયદાને લગતી આયાતોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, ત્યારે અહાદીસ ધાર્મિક જવાબદારીઓ (જેમ કે નાહવું અથવા વુઝૂ, નમાઝ પઢવા માટે[૪] માર્ગદર્શન આપે છે, બધાને અભિવાદન કેવી રીતે કરવું અને [૫] ગુલામોની સાથે ઉદારતાપૂર્વકનો વ્યવહાર કરવાનું મહત્વ દર્શાવે છે.[૬] આમ, શરિયા કે શરીયત (ઇસ્લામિક કાયદા)ના નિયમોની "મોટા ભાગની બાબતો" કુરાનની જગ્યાએ અહાદીસમાંથી આવી છે.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "hadith".Oxford English Dictionary (3rd ed.).Oxford University Press.September 2005.
  2. "Hadith".Dictionary.com Unabridged.Random House.Retrieved 2011-08-13.
  3. Brown,Jonathan A.C.(2009),p.3
  4. riyadh as-salihin,Muhyi ad-Din Abu Zakariya Yahya bin Sharaf an-Nawawi,Translated as Gardens of the Righteous by Muhammad Zafulla Khan,p.203
  5. riyadh as-salihin,Muhyi ad-Din Abu Zakariya Yahya bin Sharaf an-Nawawi,Translated as Gardens of the Righteous by Muhammad Zafulla Khan,p.168
  6. riyadh as-salihin,Muhyi ad-Din Abu Zakariya Yahya bin Sharaf an-Nawawi,Translated as Gardens of the Righteous by Muhammad Zafulla Khan,p.229
  7. Forte,David F.(1978) "Islamic Law:the impact of Joseph Schach".Loyola of Los Angeles International and Comparative Law Review.1:2.Retrieved 19 April 2018.